શોધખોળ કરો
Advertisement
બિહાર: કિશનગંજ બોર્ડર પર નેપાળ પોલીસે ભારતીય યુવકને ગોળી મારી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
બિહારના કિશનગંજ જિલ્લાના ફતેહપુર સ્થિત ભારત-નેપાળ સરહદ પર શનિવારે રાત્રે નેપાળ પોલીસે ત્રણ ભારતીય નાગરિકો પર ફાયરિંગ કર્યું હતું.
કિશનગંજ: બિહારના કિશનગંજ જિલ્લાના ફતેહપુર સ્થિત ભારત-નેપાળ સરહદ પર શનિવારે રાત્રે નેપાળ પોલીસે ત્રણ ભારતીય નાગરિકો પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયો છે. કિશનગંજ એસપીએ કહ્યું આ મામલે તપાસ ચાલી રહી છે.
ઘાયલ યુવકનું નામ જિતેન્દ્ર કુમાર સિંહ છે અને તેની ઉંમર 25 વર્ષ છે. ઘાયલ થયા બાદ તેને પ્રાથમિક સારવાર માટે સ્વાસ્થ કેંદ્ર અને બાદમાં હાયર સેન્ટર રિફર કરવામાં આવ્યો છે. યુવક હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટના પર ગામના લોકોએ જણાવ્યું કે જિતેંદ્ર અને તેમના બે મિત્રો અંકિત કુમાર સિંહ ગુલશન કુમાર સિંહ શનિવારે સાંજે આશરે સાડા સાત વાગ્યે ભારત-નેપાળ સરહદ સ્થિત માફી ટોલા નજીકના ગામથી બહાર ખેતરમાં ગયા. ત્યારે નેપાળ પોલીસ દ્વારા તેમના પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જિતેન્દ્ર કુમાર સિંહને ગોળી લાગી હતી.
આ ઘટના બાદ સરહદ પર એસએસબી દ્વારા એલર્ટ છે. પ્રશાસનિક અધિકારીઓ બેઠક કરી રહ્યા છે. પોલીસ અને એસએસબીના અધિકારીઓ વચ્ચે ખાસ બેઠક ચાલી રહી છે. એસએસબી 12મી બટાલિયનના ડેપ્યૂટી કમાંડેન્ટ બિરેંદ્ર ચૌધરીએ નેપાળ પોલીસ દ્વારા ગોળી ચલાવવાની ઘટનાની પુષ્ટી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion