શોધખોળ કરો

'સાસરિયાઓનું થોડું ખરાબ વર્તન ક્રૂરતા નથી...', દહેજ ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

કર્ણાટકના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનને લઈને મોટી ટિપ્પણી કરી છે

કર્ણાટકના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનને લઈને મોટી ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતુ કે, સાસરિયામાં છોકરી સાથે ખરાબ વ્યવહારના કેસને દહેજ ઉત્પીડન કહી શકાય નહીં. ખંડપીઠે કહ્યું હતું કે જો ફરિયાદીના લગ્ન જીવનમાં દખલગીરીના કોઈ ફિઝિકલ પુરાવા નથી તો આરોપીને IPCની કલમ 498A હેઠળ ક્રૂરતા માટે દોષી ઠેરવી શકાય નહીં. જસ્ટિસ સંજીવ ખન્નાએ તાજેતરના આદેશમાં આ સ્પષ્ટ કર્યુ હતું.

કોર્ટ કર્ણાટકની એક મહિલાની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેના પર તેની નવવિવાહિત ભાભીએ અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને તેનો અંગત સામાન ડસ્ટબિનમાં ફેંકવાનો આરોપ મૂક્યો હતો. નોંધનીય છે કે કલમ 498A મુજબ, “જે કોઈ પણ સ્ત્રીનો પતિ અથવા તેના પતિના સંબંધી હોવાને કારણે આવી સ્ત્રી સાથે ક્રૂરતા કરશે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દંડ ફટકારવામાં આવે છે.

જો કે, બેન્ચને જાણવા મળ્યું કે આરોપી મહિલા તેની ભાભી સાથે એક જ ઘરમાં રહેતી નહોતી. વાસ્તવમાં મહિલા વિદેશમા રહેતી હતી. કોર્ટને જાણવા મળ્યું કે ભાઈની પત્નીએ મહિલા દ્વારા તેના પર કરવામાં આવેલી ક્રૂરતાની કોઈ ચોક્કસ વિગતો આપી નથી. બેન્ચે કહ્યું કે મહિલાના ભાઈએ 2022માં જ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. તેમની ભાભીના તેમના પરના આક્ષેપો ખૂબ જ અસ્પષ્ટ અને સામાન્ય હતા.               

કોર્ટે આદેશ આપ્યો હતો કે અમે અપીલકર્તાઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ કરીએ છીએ. જો કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે પુરાવાના રેકોર્ડિંગ દરમિયાન જો કોઈ સામગ્રી રેકોર્ડ પર આવે છે તો તે ટ્રાયલ કોર્ટ માટે કાયદા મુજબ આગળ વધી શકે છે.                                                        

આ પણ વાંચોઃ

Year Ender 2023: વર્ષ 2023ના નવ સૌથી સારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP પર આપ્યું 60 ટકાથી વધુ રિટર્ન

Sahara Refund: આ લોકોને નહી મળે સહારા રિફંડના પૈસા, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ

બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 

ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત

Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત

સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ

દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ

Embed widget