Operation Kaveri: સુદાનમાં ફંસાયેલા ભારતીયોનો પ્રથમ જથ્થો આવી રહ્યો છે ભારત, જાણો પહેલુ જહાજ કેટલા લોકોને લઇને આવશે ?
આ પહેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે બતાવ્યુ હતુ કે, ઓપરેશન કાવેરી અંતર્ગત 500 ભારતીયો સુડાનના પોર્ટ પર પહોંચી ગયા છે, અને હવે આ તમામ લોકોને ધીમે ધીમે ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે.
Operation Kaveri: સુદાનમાં ફંસાયેલા ભારતીયોને લઇને પ્રથમ ફ્લાઇટ ભારતમાં પરત આવી રહી છે. રિપોર્ટ છે કે છેલ્લા કેટલાય દિવસોથી સુદાનમાં ફંસાયેલા ભારતીયોને ભારત સરકાર સહીસલામત રીતે પાછા લાવવા માટે પ્રયાસ કરી રહી છે, અને આ માટે 278 લોકોને લઇને પ્રથમ જહાજ આવી રહ્યું છે. આઇએનએસ સુમેધામાં પ્રથમ જથ્થામાં લગભગ 278 લોકો પોર્ટ સુદાનથી જેદ્દાહ માટે રવાના થઇ ચૂક્યા છે.
આ પહેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે બતાવ્યુ હતુ કે, ઓપરેશન કાવેરી અંતર્ગત 500 ભારતીયો સુડાનના પોર્ટ પર પહોંચી ગયા છે, અને હવે આ તમામ લોકોને ધીમે ધીમે ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે.
ખાસ વાત છે કે, ભારતની સાથે સાથે અન્ય દેશો પણ સુદાનમાં ફંસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવામાં ઓપેરશન ચલાવી રહ્યાં છે. ભારત સરકાર પ્રતિબદ્ધતા સાથે પોતાના નાગરિકોને ભારત લાવી રહી છે. વડાપ્રધાન મોદીએ કોચ્ચીમાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતુ કે, સુદાનમાં ફંસાયેલા ભારતીયોને ભારતમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યુ છે, જેની સીધી દેખરેખ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન કરી રહ્યાં છે.
#WATCH | First batch of stranded Indians leave Sudan under Operation Kaveri. INS Sumedha with 278 people onboard departs Port Sudan for Jeddah: MEA spox
— ANI (@ANI) April 25, 2023
(Video: MEA spox) pic.twitter.com/MdxvJhwxnf
Operation Kaveri: ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સરકારે ઓપરેશન કાવેરી હાથ ધર્યું છે. યુદ્ધગ્રસ્ત સુડાનમાંથી ભારતીયોને હેમખેમ બચાવીને સ્વદેશ પરત લાવવા મોદી સરકારે કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે. જેને અંતર્ગત આજે લગભગ 500 ભારતીયો સુડાનના એક બંદરે આવી પહોંચ્યા હતાં. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
તેમણે લખ્યું કે સુડાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી ચાલી રહ્યું છે. લગભગ 500 ભારતીય સુડાન બંદરે પહોંચી ગયા છે જ્યારે અન્ય લોકો હજી રસ્તામાં છે.
First batch of stranded Indians leave Sudan under Operation Kaveri, INS Sumedha with 278 people onboard departs Port Sudan for Jeddah: MEA spox
— ANI (@ANI) April 25, 2023
(Photos: MEA spox) pic.twitter.com/7XZOhALIuw
વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં લખ્યું હતું કે, અમે સુડાનમાં અમારા નાગરિકોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા વિમાન અને જહાજો તેમને પાછા લાવવા માટે તૈયાર છે. બીજી તરફ, ફ્રાન્સે હિંસાગ્રસ્ત સુડાનમાંથી 5 ભારતીય નાગરિકો સહિત 28 દેશોના નાગરિકોને બહાર કાઢવાની કામગીરી હેઠળ બહાર કાઢ્યા છે.
સુડાનમાં અત્યાર સુધીમાં 460થી વધુ લોકોના મોત
સરકારે શુક્રવારે કહ્યું હતું કે,તે હાલમાં સુડાનમાં વિવિધ સ્થળોએ હાજર 3,000થી વધુ ભારતીય નાગરિકોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુડાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, સુડાનમાં છેલ્લા 10 દિવસથી ત્યાંની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભીષણ લડાઈમાં 460થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
First batch of stranded Indians leave Sudan under #OperationKaveri.
— Arindam Bagchi (@MEAIndia) April 25, 2023
INS Sumedha with 278 people onboard departs Port Sudan for Jeddah. pic.twitter.com/4hPrPPsi1I
ફ્રાન્સે પણ લંબાવ્યો મદદનો હાથ
ફ્રાન્સના રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ફ્રેન્ચ એરફોર્સે અત્યાર સુધીમાં પાંચ ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. આ ભારતીયોને 28 થી વધુ અન્ય દેશોના લોકો સાથે જિબુટીમાં ફ્રેન્ચ સૈન્ય મથક પર લાવવામાં આવ્યા હતા. અગાઉ રવિવારે સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે, તેણે સુડાનમાંથી નજીકના સંબંધો અને મિત્ર રાષ્ટ્રો ધરાવતા દેશોના 66 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જેમાં કેટલાક ભારતીયો પણ સામેલ છે.