શોધખોળ કરો

OPINION: નીલ આર્મસ્ટ્રોંગથી ચંદ્રયાન-2

આજે બપોરે પોણા ત્રણ વાગ્યે ચંદ્રયાન-2 લોંચ થવાનું છે. ચંદ્ર પર પહોંચતા તેને લગભગ સાત અઠવાડિયા લાગશે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્ર પર પહોંચનારો ભારત ચોથો દેશ બનશે.

50 વર્ષ પહેલા 24 જુલાઈ, 1969ના રોજ અમેરિકાનું અપોલો 11 મિશન ચંદ્ર પરથી પરત ફર્યું હતું. ત્રણ અવકાશ યાત્રી, પાયલટ્સ માઇકલ કોલીન અને એડવીન એલ્ડરિન અને કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગ ફ્લોરિડાથી ટેક ઓફ થયાના આઠ દિવસ બાદ ચંદ્ર પર ગયા અને પરત ફર્યા. આવતીકાલે 22 જુલાઈના રોજ ભારત તેનું પ્રથમ અવકાશયાન ચંદ્ર પર મોકલશે. ચંદ્ર પર પહોંચતા તેને લગભગ સાત અઠવાડિયા લાગશે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્ર પર પહોંચનારો ભારત ચોથો દેશ બનશે. જો કે આ માત્ર ક્ષમતા અને કુશળતાનો જ નહીં પરંતુ પ્રાથમિકતાઓનો પણ પ્રશ્ન છે. જર્મની, ફ્રાંસ, જાપાન અને અન્ય દેશો પાસે આમ કરવાની ટેકનોલોજી ક્ષમતા હોવા છતાં ત્યાંની સરકાર કરદાતાના રૂપિયા આમ ન બગાડાય તેમ માને છે. પરમાણુ હથિયારો વિકસાવવાના મુદ્દા પર પણ આ રાષ્ટ્રોએ એક રસ્તો પસંદ કર્યો છે જ્યારે આપણે નથી કર્યો. ચંદ્રનો અભ્યાસ કરવાનું કારણ એ છે કે તે આપણી સમગ્ર સોલર સિસ્ટમના વિકાસને સમજવામાં આપણી મદદ કરી શકે છે. ચંદ્ર 3.5 બિલિયન વર્ષ જૂનો છે અને તેના ક્રાટર્સની રચના કરવામાં આવી હતી. તેની પાસે કોઈ વાતાવરણ ન હોવાથી તે સમયની સાથે અપરિવર્તિત રહી છે અને તેના આંતરિક લક્ષણોની કોઈ અન્ય હિલચાલ નથી. ચંદ્રમાં અસરની પ્રક્રિયાઓ નોંધાઈ છે જે સમગ્ર સોલર સિસ્ટમમાં ચાલ્યા ગયા છે અને પૃથ્વી પર અભ્યાસ કરી શકતા નથી અથવા સમજી શકતા નથી તે ઘણું બધું જાહેર કરી શકે છે. વાસ્તવમાં તે એપોલો મિશન પછી જ આવ્યું હતું કે મોટો હિસ્સો પૃથ્વી સાથે અથડાયા બાદ ચંદ્રનું સર્જન થયું હતું.
અમેરિકાએ 1969 બાદ તે મહાન ક્ષણ પછી તેની અવકાશી મહત્વાકાંક્ષાને અનુસર્યું નથી. આર્મસ્ટ્રોંગ અને આલ્ડરિન, અન્ય 10 અમેરિકનો ચંદ્ર પર ચાલ્યા હતા પરંતુ અંતિમ મિશન 1972માં હતું. 1980માં રોનાલ્ડ રેગાન પ્રેસિડન્ટ હતા ત્યારે અમેરિકાએ સ્પેસ શટલ પ્રોગ્રામ ડેવલપ કર્યો. જેનો 2011માં અંત આવ્યો હતો. 2003માં સ્પેસ શટલ પૃથ્વી પર પરત ફરતી વખતે તૂટી પડ્યું હતું અને તેમાં ભારતીય મૂળની અવકાશયાત્રી કલ્પના ચાવલાનું મોત થયું હતું. 1980 બાદ સ્પેસ શટલનું આ બીજું ડિઝાસ્ટર હતું. આ બંને ઘટનામાં 14 વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. 30 વર્ષ પહેલાં શીત યુદ્ધનો અંત અને સોવિયેત સંઘના પતનનો અર્થ એ થયો કે લાંબા અંતરની મિસાઇલો વિકસાવવા માટે ખર્ચવામાં આવતા પૈસા મોટા પ્રમાણમાં અન્યત્ર ગયા. તાજેતરમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, તેઓ નાસાની મહત્વકાંક્ષાને પુનર્જીવીત કરશે અને અમેરિકાના અવકાશયાત્રી 2024 સુધીમાં ચંદ્ર પર ફરી જશે. બિલિયોનેર એન્જિનર એલન મસ્ક દ્વારા ચલાવવામાં આવતી ખાનગી કંપની સ્પેસ એક્સ આજે મોટાભાગે સ્પેસનું એડવાન્સ કામ કરે છે. નાસા જે કામ નથી કરી શકતી તે સ્પેસ એક્સ કરી શકે છે. એમેઝોનના જેફ બેઝોસ દ્વારા પણ બ્લૂ હોરિઝોન નામની ખાનગી સ્પેસ કંપની ચલાવવામાં આવે છે. મસ્કે 2002ની આસપાસ કંપની શરૂ કરી ત્યારે તેમણે જોયું કે 50 વર્ષથી રોકેટ ટેકનોલોજીમાં કોઈ નવી શોધ થઈ નથી અને સરકાર 1960ના ઉપયોગમાં લેવાતી હતી તેનો જ ઉપયોગ કરી રહી છે. તેઓ મંગળ પર કોલોની સ્થાપવાની વ્યૂહરચના વિકસાવી રહ્યા છે અને તેમની દ્રષ્ટિના કારણે તેઓ મહત્વાકાંક્ષાને હાંસલ કરી શકે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. આ અંગે બે મત છે. જ્યારે ભારત જેવા દેશો સ્પેસ પ્રોગ્રામ પર નાણા ખર્ચે છે ત્યારે મને લાગે છે કે બંને યોગ્ય છે. પ્રથમ એ છે કે ગરીબ દેશોએ ફેન્સી રોકેટના ઉત્પાદન કરવાના બદલ તેના દેશમાં ભૂખ્યા રહેતા લોકો માટે નાણા ખર્ચવા જોઈએ. બીજું કે આવા મિશન વૈજ્ઞાનિક સ્વભાવને વિકસિત કરે છે. ખાસ કરીને વિશ્વના એવા ભાગમાં જ્યાં સરકાર લોકોને કહે છે કે શું ન ખાવું અને કયા સૂત્રો બોલવા અને કયા ન બોલવા ત્યાં આવી માનસિકતા વિકસાવવા માટે આ ફાયદાકારક છે. માટે રાજકીય બાબતોને બાજુ પર રાખી સ્પેસ પ્રોગ્રામને ચોમેરથી ટેકો મળ્યો હોય તે શક્ય છે. ભારતનું ચંદ્ર મિશન કાલે લોન્ચ થશે, જેને 2008માં મનમોહન સિંહે મંજૂરી આપી હતી. જો તે સફળ રહેશે તો ચંદ્રયાન-2 વર્ષ માટે કાર્યરત રહેશે. જે રોકેટ મિશન શરૂ કરશે તે GSLV-III છે. જે આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર લઈ જનારા સાટર્ન V રોકેટ કરતાં એક ચતુર્થાંશ જેટલી તીવ્રતા હશે. ઉપગ્રહનું વજન 3.8 ટન છે અને ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરના ગોળાકાર ભ્રમણકક્ષામાં પોતાનું સ્થાન લેશે. મિશનના ઓર્બિટર, લેન્ડર અને રોવરની રચના આપણી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ભારતીય સ્પેસ પ્રોગ્રામના સંસ્થાપક વિક્રમ સારાભાઈના નામ પરથી લેન્ડરને વિક્રમ નામ આપવામાં આવ્યું છે. જે ઓર્બિટરથી અલગ થઈ જશે અને ચંદ્રની સપાટી પર તેની દક્ષિણ ધ્રુવની નજીક ધીમે ધીમે ઉતારી દેશે. પ્રજ્ઞાન નામનું રોબોટિક કવર ચંદ્રની રચનાની તપાસ કરવા 14 દિવસ વીતાવશ અને ખનિજ તથા રાસાયણિક નમૂના એકત્ર કરશે. જો ચંદ્રયાન-2 સફળ રહેશે તો વિશ્વમાં ભારતનું નામ ચમકશે અને હકારાત્મક સ્ટોરી માટેનો આ સમય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
Embed widget