Opposition Meeting: શરદ પવારના ઘર પર વિપક્ષના નેતાઓની બેઠક, TMC સામેલ ન થઇ, બેઠકમાં શું થઇ વાતચીત?
EVMના મુદ્દાને લઈને NCP વડા શરદ પવારના નિવાસસ્થાને વિપક્ષના નેતાઓની બેઠક યોજાઈ છે
EVMના મુદ્દાને લઈને NCP વડા શરદ પવારના નિવાસસ્થાને વિપક્ષના નેતાઓની બેઠક યોજાઈ છે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કહ્યું હતું કે વિપક્ષના તમામ રાજકીય પક્ષો ચૂંટણી પંચ પાસે જશે અને આ અંગે વાત કરશે.
Delhi | Meeting of Opposition leaders at the residence of NCP chief Sharad Pawar begins.
— ANI (@ANI) March 23, 2023
(Pics: NCP) pic.twitter.com/AVECF7RKYj
કપિલ સિબ્બલે કહ્યું હતું કે “જો ચૂંટણી પંચ ઈવીએમને લઈને યોગ્ય જવાબ નહીં આપે તો આપણે બધા રાજકીય પક્ષો વિચારીશું કે આગળ શું કરવું. અમે ચૂંટણી પંચ પાસે જઈશું અને ઈવીએમને લઈને ચૂંટણી પંચ સાથે વાત કરીશું. આપણા દેશમાં EVM નો ઉપયોગ કેમ થાય છે? અન્ય દેશોમાં ઈવીએમનો ઉપયોગ થતો નથી.
કયા નેતાઓએ બેઠકમાં હાજરી આપી?
શરદ પવારના ઘરે આયોજિત આ બેઠકમાં એનસીપીના વડા સિવાય તેમની પાર્ટીના પ્રફુલ્લ પટેલ, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ અને કપિલ સિબ્બલ, કોંગ્રેસના દિગ્વિજય સિંહ જેવા મોટા નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કોઈ સભ્યએ હાજરી આપી ન હતી. વાસ્તવમાં શરદ પવારે બેઠક પહેલા વિપક્ષના નેતાઓને પત્ર લખીને ઈવીએમ હેકિંગના મુદ્દે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું.
શરદ પવારના પત્રમાં શું છે?
તેમણે આ પત્રમાં લખ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરે ઈવીએમ પર ઉઠેલા સવાલોના જવાબ આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું, “ચિપ સાથેના કોઈપણ મશીનને હેક કરી શકાય છે અને તેને નકારી શકાય નહીં. શું આપણે લોકશાહીને આ રીતે હાઈજેક થવા દઈ શકીએ? જેઓ આ કરી રહ્યા છે, તેમને આ કરવાની છૂટ આપી શકીએ? ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ બનાવવા મા, આપણે સાથે બેસીને IT પ્રોફેશનલ્સ અને ક્રિપ્ટોગ્રાફર્સનું શું કહેવું છે તે સાંભળવું જોઈએ.
Mumbai: 'પતિ રૉમાન્ટિક નથી', મુંબઇમાં 32 વર્ષની મહિલાએ લગાવ્યા આરોપ, દિયર સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Devar bhabhi Affair: મુંબઇમાં 32 વર્ષની એક મહિલા પોતાના પતિથી ખુશ ના રહેવાના કારણે તેને પોતાના દિયર સાથે સંબંધ બનાવી લીધા છે, બન્ને પ્રેમમાં છે. સાથે તે પોતાના દિયરની સાથે શારીરિક સંબંધો પણ બનાવવા લાગી છે. ખરેખરમાં, મામલો એ છે કે, મહિલાની મરજી વિના જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા, મહિલાએ કહ્યું કે, લગ્ન બાદ પતિ મને બિલકુલ પણ પ્રેમ નથી કરતો, મારો પતિ બિલકુલ રૉમાન્ટિક નથી, એટલા માટે હું મારા દિયરની સાથે સંબંધ બનાવીને ખુશ છું.
છોકરીએ કહ્યું- મારા માતા પિતાએ જે છોકરાને પસંદ કરીને મારા લગ્ન તેની સાથે લગ્ન કરાવ્યા, તેનાથી હું બિલકુલ ખુશ નથી. તેને આગળ કહ્યું અમે બન્ને બસ કહેવા પૂરતા પતિ પત્ની છીએ, અમારા સંબંધોમાં પ્રેમ, સ્નેહ એવું કંઇજ નથી. ભાવનાત્મક સંબંધની કમીના કારણે અમે બન્ને વચ્ચે રૉમાન્સ બિલકુલ પણ નથી થતો, હું એટલા માટે આ લગ્નથી બિલકુલ પણ ખુશ નથી