Coronavirus: જાણો કોવિડ-19નાં કારણે કેવી રીતે બ્લડ શુગર લેવલ અનિયંત્રિત થાય છે?
નિષ્ણાતનું માનવું છે કે, કોરોના વાયરસથી પિડીત વ્યક્તિએ ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જોઇએ. ડાયાબિટીસની તપાસ ખૂબ જ સાધારણ છે. જેને લોકો મોટાભાગે લોકો નજર અંદાજ કરે છે. યોગ્ય ઇલાજ માટે આ ટેસ્ટ ખૂબ જ જરૂરી
coronavirus :ગત બે મહિના દેશ માટે કસોટી સમાન રહ્યાં. કોવિડ-19ના કેસમાં ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યો છે પરંતુ મોતનો સિલસિલો યથાવત છે. એક રિસર્ચ મુજબ હાઇ બ્લડ પ્રેશરના દર્દીનો જો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવે તો આવા કેસમાં 30 ટકા ચાન્સ છે કે,વાયરસ બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરે છે અને તેને રોકવા માટે શું કરવું જોઇએ જાણીએ.
નવી દિલ્લી મેક્સ હોસ્પિટલના ડોક્ટર સુજીત ઝા કરે છે કે, "દેશમાં 10થી 13 ટકા લોકો ડાયાબિટીશના દર્દી છે. કોરોના વાયરસની મહામારીના કારણે લોકોનું બહાર જવાનું ઓછું થઇ ગયું છે અને ઘરમાં જ રહેવા મજબુર છે. શારિરીક પ્રવૃતિ ઘટી જતાં બ્લડ શુગર લેવલ વધવાની શકયતા વધી જાય છે. ઉપરાંત શરીરમાં વાયરસના તીવ્ર સંક્રમણના કારણે પણ બ્લડ શુગર લેવલ વધી શકે છે. ઉપરાંત સંક્રમણ દરમિયાન ખરાબ ડાયટ., વધુ તાવ અને અન્ય ફેક્ટર પણ બ્લડ શુગર લેવલને વધારી દે છે. આ સ્થિતિમાં સ્ટીરોઇડનો ઉપયોગ ઇંધણનું કામ કરે છે. જે ગંભીર દર્દીઓમાં અનિવાર્યપણે આપવી પડે છે."
કોને બ્લડ શુગર લેવલની તપાસ કરવી જોઇએ?
ઝા મુજબ, કોઇ શખ્સનો જો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવે તો ડાયાબિટિશ ટેસ્ટ કરાવવો જોઇએ. આ એક સાધારણ તપાસ છે. જેને નજર અંદાજ કરવામાં આવે છે. યોગ્ય ઇલાજ કરવામાં તેની યોગ્ય ભૂમિકા છે. તેથી આ ટેસ્ટ જરૂર કરાવવો જોઇએ. ડોક્ટરના મત મુજબ જો પાંચ વર્ષનું બાળક પણ કોવિડ પોઝિટિવ હોય તો તેનો પણ બ્લડ શુગર લેવલની તપાસ કરવી જોઇએ.
બ્લડ શુગર લેવલ વધાવાના સંકેત
કોવિડ-19ના લક્ષણોના કારણે હાઇ બ્લડ શુગરના લક્ષણોને અલગ તારવવા મુશ્કેલ છે. આ માટે સોથી સારૂં છે કે, HbA1cથી બ્લડ શુગર ટેસ્ટ કરવો જોઇએ તેથી સરેરાશ બ્લડ શુગર લેવલ વધતા તેનો યોગ્ય ઇલાજ કરી શકાય. ડોક્ટર મુજબ કોવિડ થયા બાદ ડાયાબિટીશ હોય કે નહી તેની તપાસ કરવાવવી જરૂરી છે.
કોવિડ-19 પેનક્રિયાઝમાં બીટા સેલ્સને પ્ર્ભાવિત કરે છે. જે ઇન્સુલિન પેદા કરે છે. ACE2રિસેપ્ટર ઇન્સુલિત બનાનેલાલી બીટી સેલ્સને નુકસાન પહોંચાડે છે. તેથી ઇન્સુલીની કમી થઇ જાય છે અને બ્લડ શુગર લેવલ વધી જાય છે. કોવિડ -19 સંક્રમણ દરમિયાન બ્લડ શુગર લેવલ પુરી બારીકાઇથી નિરીક્ષણ થવું જરૂરી છે અને માત્ર ઇન્સુલિનની સાથે ઇલાજ થવો જોઇએ.
પ્રીડાયાબિટીશના કોવિડ દર્દી
સમયસર ઇલાજ ન થવાથી પ્રી ડાયાબિટીીશની સ્થિતિ પુરી રીતે બદલી શકે છે. આવા લોકોનો ઇલાજ સ્થિતિને કાબૂ કરવા માટે ઇન્સુલિનથી કરવો જોઇએ. નિયંત્રિત ડાયાબિટીશની સાથે કોઇ પણ શખ્સનો કોવિડ બાદ બ્લડ શુગર લેવલ ઉચું થઇ શકે છે. આવા લોકોને અસ્થાયી રીતે ઇન્સુલિનની જરૂર પડે છે અને આ સ્થિતિમાં તેની જુની દવા પણ કામ નથી કરતી.