શોધખોળ કરો
Advertisement
હવે અમે બતાવીશું શિવસેના શું ચીજ છેઃ MLAની પરેડમાં ઉદ્ધવ ઠાકરેનો હુંકાર
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, સત્તામાં જય નહીં સત્યમેવ જયતે હોવું જોઈએ. અમે લોકો માત્ર 5 વર્ષ માટે સાથે નથી આવ્યા. આગામી 10-15 વર્ષ માટે આવ્યા છીએ.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ધમાસાણ વચ્ચે આજે સાંજે મુંબઈની હોટલ હયાતમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસના 162 ધારાસભ્યોની મીડિયા સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી. ધારાસભ્યોને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું નામ લઈ તેઓ પાર્ટીને વફાદાર રહેશે અને ભાજપને સમર્થન નહીં કરે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
હોટલમાં ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, અમારી સંખ્યા એટલી છે કે અમે એક ફોટામાં નથી આવી રહ્યા. સત્તામાં જય નહીં સત્યમેવ જયતે હોવું જોઈએ. અમે લોકો માત્ર 5 વર્ષ માટે સાથે નથી આવ્યા. આગામી 10-15 વર્ષ માટે આવ્યા છીએ. અમે રાજ્યમાં તેની શરૂઆત કરી છે.
અમે શિવાજીનો સાથે ઝંડો લઈને મહારાષ્ટ્રની બહાર પણ નીકળીશુ. હવે તો મિત્રો વધી ગયા છે, જેટલા રોકશો તેટલા મજબૂત થઈશું. હવે અમે બતાવીશું કે શિવસેના શું ચીજ છે. મહારાષ્ટ્રઃ શિવસેના, NCP, કોંગ્રેસના 162 ધારાસભ્યોએ શું લીધા શપથ ? જાણો વિગત શરદ પવારે ધારાસભ્યોની પરેડમાં અજીત પવારને લઈ કર્યો મોટો ખુલાસો, પ્રથમ વખત કહી આ વાત વડોદરાના બિલ્ડર પરિવારની કારનો MPમાં અકસ્માત, પતિ-પત્ની સહિત ચારનાં મોતShiv Sena's Uddhav Thackeray at Hotel Grand Hyatt in Mumbai where Shiv Sena-NCP-Congress MLAs have assembled: Our fight is not just for power, our fight is for 'Satyamev Jayate.' The more you try to break us, the more we will unite. #Maharashtra pic.twitter.com/q7gXFMRE2C
— ANI (@ANI) November 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion