શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં શનિવારે પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યું હતું. તેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
જમ્મુ: પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર નથી આવતું. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં શનિવારે પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યું હતું. તેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
આતંકીઓને ભારતીય સીમામાં ઘૂસાડવાના હેતુથી આ વર્ષે અત્યાર સુધી પાકિસ્તાને રેકોર્ડ બ્રેક સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે. શુક્રવારે અને શનિવારે રાતે પાકિસ્તાને એકવાર ફરી આતંકીઓને ઘૂસાડવા માટે જમ્મુ અને રાજોરી સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.
પાકિસ્તાને ફાયરિંગ કર્યુ હતું તેમાં એક જવાન રોહિત કુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન જવાને દમ તોડી દીધો હતો. રોહિત કુમાર હિમાચલના હમીરપુરનો રહેવાસી હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement