શોધખોળ કરો
Advertisement
પરીક્ષા પે ચર્ચાઃ કુંબલે અને લક્ષ્મણ-દ્રવિડના ઉદાહરણ દ્વારા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને શું કહ્યું ? જાણો વિગતે
PM મોદીએ કહ્યું, એક વ્યક્તિનો સંકલ્પ ઘણાને પ્રેરણા આપે છે. આવો સંકલ્પ તમારે પણ તમારી જિંદગીમાં કરવો જોઈએ અને પરીક્ષાના ડરને મનમાંથી કાઢી નાંખવો જોઈએ.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અનેક દિગ્ગજ ક્રિકેટર્સના ઉદાહરણ પણ આપ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રિકેટ મેચનું ઉદાહરણ આપતા કહ્યું કે, "2001માં ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ હતી. ભારતીય ટીમ કપરી સ્થિતિમાં હતી. લોકો ગુસ્સામાં હતા. જોકે તમને યાદ હશે કે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે આખો દિવસ બેટિંગ કરી હતી અને મેચનું પરિણામ નાખ્યું હતું. તેમણે ટીમને શાનદાર રીતે જીત અપાવી હતી. આપણા વિચાર મક્કમ હોય તો કોઈપણ પરિણામ બદલી શકીએ છીએ. તેમના આ સંકલ્પથી તમારે ઘણું બધું શીખવું જોઈએ. મોદીએ કહ્યું કે, 2002ની મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં કુંબલેને જડબાંમાં બોલ વાગ્યો હતો. બધા વિચારી રહ્યા હતા કે તે બોલિંગ કરી શકશે કે નહીં. જો તે મેદાન પર પાછા ન આવત તો કોઈ તેની સામે પ્રશ્ન કરત નહીં. પરંતુ તેણે નક્કી કર્યું કે તે રમશે અને પટ્ટી લગાવીને બોલિંગ કરવા આવ્યા હતા. તે સમયે બ્રાયન લારાની વિકેટ લેવી મોટી વાત હતી. કુંબલેએ તેને આઉટ કર્યો હતો. એક વ્યક્તિ હિમ્મતથી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે તે જોવા મળ્યું હતું. એક વ્યક્તિનો સંકલ્પ ઘણાને પ્રેરણા આપે છે. આવો સંકલ્પ તમારે પણ તમારી જિંદગીમાં કરવો જોઈએ અને પરીક્ષાના ડરને મનમાંથી કાઢી નાંખવો જોઈએ. ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજાનો થયો સમાવેશ, જાણો કેટલામો છે નંબર ICC ODI રેન્કિંગઃ ભારતીય ખેલાડીઓને દબદબો, આ ખેલાડીઓ છે ટોપ પરPM Modi at 'Pariksha Pe Charcha 2020': Remember India-Australia Test series in 2001? Our team was facing setbacks and the mood wasn't great. But, we can never forget how Rahul Dravid and VVS Laxman turned the match around. This is power of positive thinking&motivation pic.twitter.com/PffltaSmBw
— ANI (@ANI) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement