શોધખોળ કરો

Parliament Budget Session: રાહુલ ગાંધીને બોલાવી શકે છે વિશેષાધિકાર સમિતિ, રાષ્ટ્રપતિને મળશે વિપક્ષની પાર્ટીઓ

સંસદમાં છેલ્લા ત્રણ દિવસથી હોબાળો ચાલી રહ્યો છે

Parliament Budget Session 2023: સંસદમાં છેલ્લા ત્રણ દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાને ગુરુવારે (16 માર્ચ) સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા હતા.  પરંતુ આ પછી પણ ગૃહની બહાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ રહ્યું હતું. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ અદાણીના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે, જ્યારે ભાજપ યુકે પ્રવાસ પરના તેમના નિવેદન માટે રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહી છે.

  1. અદાણી ગ્રુપની તપાસના મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષોએ તેમની ગતિવિધિઓ તેજ કરી છે. આ માટે તમામ વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાનું વિચારી રહી છે. રાષ્ટ્રપતિ મુર્મુને ક્યારે મળશે તે અંગે વિપક્ષી પાર્ટીઓ ગુરુવાર (16 માર્ચ)ની બેઠકમાં ચર્ચા કરી શકે છે.
  2. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે ગુરુવારે સંસદ સંકુલમાં તેમના કાર્યાલયમાં સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં ગૃહમાં વિરોધ પક્ષોની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
  3. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે (15 માર્ચ) લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. આ સાથે, તેમણે લોકસભા અધ્યક્ષને વિપક્ષના સભ્યોને ન્યાયી રીતે તેમના વિચારો વ્યક્ત કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના ડેસ્ક પરનું માઈક છેલ્લા ત્રણ દિવસથી બંધ હતું અને આ રાહુલ ગાંધીના નિવેદનની પુષ્ટી કરે છે કે ભારતમાં વિપક્ષી સભ્યોના માઈક બંધ છે.
  4. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેના મડાગાંઠને સમાપ્ત કરવા માટે તમામ પક્ષોના નેતાઓને મળવા બોલાવ્યા હતા, જેમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે શાસક પક્ષ દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે.
  5. રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ મામલે આવતા અઠવાડિયે વિશેષાધિકાર સમિતિની બેઠક થશે. બેઠકમાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી આ મામલે પોતાનું નિવેદન આપશે. આ મુદ્દે ફરિયાદ કરનારા નિશિકાંત દુબે અને જોશી છે. નિવેદન નોંધાયા બાદ રાહુલ ગાંધીને બોલાવવામાં આવશે. વાસ્તવમાં, ભાજપના બંને નેતાઓએ યુકેમાં રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે ફરિયાદ કરી છે કે જ્યારે વિપક્ષી નેતાઓ ગૃહમાં બોલી રહ્યા હોય ત્યારે માઈક બંધ થઈ જાય છે.
  6. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ હંગામા દરમિયાન સાંસદોને કહ્યું કે ગૃહ ચર્ચા માટે છે. આપણે નીતિઓ અને લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. સંસદ લોકશાહીનું મંદિર છે. આવી સ્થિતિમાં હંગામો કરવો યોગ્ય નથી.
  1. કોંગ્રેસ સહિત 16 વિપક્ષી પક્ષોના નેતાઓએ બુધવારે (15 માર્ચ) અદાણી ગ્રુપ કેસની તપાસની માંગણી સાથે સંસદ ભવનથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હેડક્વાર્ટર સુધી કૂચ કરી. આ દરમિયાન પોલીસે તેને વિજય ચોકમાં જ અટકાવ્યો હતો. આ પછી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને ઈડી ડાયરેક્ટરને મેઈલ કરેલા પત્રને શેર કર્યો છે. જેમાં EDને અદાણી કેસની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
  2. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો અદાણી મુદ્દે JPC તપાસની માંગ કરી રહ્યા છે. તેના પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું કહેવું છે કે વિપક્ષ આ બધું ધ્યાન હટાવવા માટે કરી રહ્યો છે કારણ કે તેમના સાંસદો જાણે છે કે રાહુલ ગાંધીએ જે કર્યું છે તે ખોટું છે.
  1. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ભાજપ અદાણી ગ્રુપના મામલે JPC તપાસ નથી ઈચ્છતી કારણ કે તેનો અસલી ચહેરો જોવા મળશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે અમે વિપક્ષની સમસ્યાને સમજી રહ્યા છીએ. ચૂંટણી આવવાની છે એટલે તેઓ કાદવ ઉછાળવાની કોશિશ કરે છે, પણ તેમને ખબર નથી કે કાદવમાં જ કમળ ખીલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget