શોધખોળ કરો

પતંજલિના 30માં સ્થાપના દિવસ પર સ્વામી રામદેવે કરી પાંચ ક્રાંતિની જાહેરાત 

પતંજલિ યોગપીઠના પરમાધ્યક્ષ સ્વામી રામદેવજી માહારાજ અને મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની ઉપસ્થિતિમાં પતંજલિ સંસ્થાનો 30મો સ્થાપના દિવસ પતંજલિ વેલનેસ, હરિદ્વાર સ્થિત યોગભવન સભાગારમાં યોજાયો હતો.

હરિદ્વાર:  પતંજલિ યોગપીઠના પરમાધ્યક્ષ સ્વામી રામદેવજી માહારાજ અને મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની ઉપસ્થિતિમાં પતંજલિ સંસ્થાનો 30મો સ્થાપના દિવસ પતંજલિ વેલનેસ, હરિદ્વાર સ્થિત યોગભવન સભાગારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી પતંજલિ યોગપીઠ સંસ્થાના 6000 થી વધુ પ્રભારીઓની હાજરીમાં સ્વામી રામદેવજી મહારાજે છેલ્લા 30 વર્ષની સેવા, સંઘર્ષ અને સાધનાનો પરિચય આપ્યો હતો અને પતંજલિ યોગપીઠની ભાવિ યોજનાઓ પર વાત કરી હતી. યોગ ક્રાંતિની સફળતા પછી તેમણે પાંચ ક્રાંતિનો શંખનાદ કરતા કહ્યું કે શિક્ષણ, ચિકિત્સા, આર્થિક, વૈચારિક-સાંસ્કૃતિક અને રોગો-દુઃખ-અપરાધ-નિરાશાથી આઝાદીનું મોટું કાર્ય પતંજલિથી શરૂ કરવું છે. 

પ્રથમ ક્રાંતિ: શિક્ષણમાં સ્વતંત્રતા - તેમણે કહ્યું કે આજે 50 થી 90 અને કેટલીક જગ્યાએ 99 ટકા શિક્ષિત બેરોજગાર, નશાખોર, ચારિત્રહીન, નિરાધાર બાળકો તૈયાર છે જેમનું બાળપણ, યુવાની અને આપણો વંશ ખતરામાં છે. અમે નક્કી કર્યું છે કે પહેલા ભારતવર્ષમાં અને પછી સમગ્ર વિશ્વમાં અમે નવી શિક્ષણ પ્રણાલીનો શંખનાદ કરીશું અને તેનું નેતૃત્વ ભારત કરશે. પતંજલિ ગુરુકુલમ, આચાર્યકુલમ, પતંજલિ વિશ્વવિદ્યાલય અને  ભારતીય શિક્ષા બોર્ડ હવે નવા પ્રતિમાન બનાવશે. અમારો સંકલ્પ છે કે અમે આવતા પાંચ વર્ષમાં 5 લાખ શાળાઓને ભારતીય શિક્ષણ બોર્ડ સાથે જોડીશું. શિક્ષણમાં આ એક નવીન ક્રાંતિ હશે. 

આપણે બાળકોને માત્ર શબ્દોની સમજ આપવાની નથી, શબ્દોની સમજણની સાથે આપણે તેમને વિષયની સમજ, આત્મજ્ઞાન, ભારતની સાચી સમજ અને આપણા ગૌરવની સમજ આપવી પડશે. અમે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સમગ્ર વિશ્વની માહિતીનો સમાવેશ કરશું.  સમગ્ર વિશ્વ સાથે અપડેટ રાખીશું, પરંતુ તેમાં પણ 80 ટકા કન્ટેન્ટ વેદ, દર્શન, ઉપનિષદ, પુરાણો અને ભારતનું ગૌરવ વિશે હશે. તેમાં આધ્યાત્મિક જ્ઞાન હશે, શાશ્વત જ્ઞાન હશે, ભારતનું જ્ઞાન હશે. આ મેકોલેની શિક્ષણ પદ્ધતિ નથી. જ્યારે ભારતીય શિક્ષણ બોર્ડ સાથે પહેલા એક લાખ અને બાદમાં 5 લાખ શાળાઓ  સંલગ્ન થશે તો  ભારતનું બાળપણ અને યુવાની સુરક્ષિત રહેશે, આ શિક્ષણની સ્વતંત્રતાનો સંકલ્પ છે. ભારતીય શિક્ષણ બોર્ડ દ્વારા આપણે વિદેશી આક્રમણકારો, અકબર, ઔરંગઝેબ કે અંગ્રેજોની ખોટી મહાનતા નહીં પણ છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને ક્રાંતિકારીઓનો સાચો ઈતિહાસ શીખવીશું.

બીજી ક્રાંતિ: હેલ્થકેરમાં સ્વતંત્રતા - રોગ આપણો સ્વભાવ નથી, યોગ જ આપણો સ્વભાવ છે. આજે આખી દુનિયામાં સિન્થેટિક દવાઓ, વિવિધ પ્રકારના સ્ટેરોઈડ્સ, પેઈન કિલર વગેરેના સેવનથી લોકોના શરીર બગડી રહ્યા છે. તબીબી સ્વતંત્રતા માટે પતંજલિ વેલનેસ, યોગગ્રામ, નિરામયમ, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો અને આધુનિક સંશોધન દ્વારા ઋષિમુનિઓ અને વિજ્ઞાનના વારસા સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અમે 5000 થી વધુ સંશોધન પ્રોટોકોલ અને 500 થી વધુ સંશોધન પત્રો વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરીને અસાધ્ય રોગોથી મુક્તિનો માર્ગ વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. અમારો સંકલ્પ છે કે અમે લોકોને બીમાર થવાથી બચાવીશું અને રોગો થયા પછી યોગ-આયુર્વેદ દ્વારા તેમને તે રોગોથી મુક્ત કરીશું.

ત્રીજી ક્રાંતિ: આર્થિક સ્વતંત્રતા - આજે સમગ્ર વિશ્વમાં થોડાક મુઠ્ઠીભર લોકો પાસે સમગ્ર અર્થતંત્ર તેમના ક્રૂર પંજામાં છે. અમારું લક્ષ્ય છે સમૃદ્ધિ સેવા માટે  અર્થ પરમાર્થ માટે. અત્યાર સુધી પતંજલિએ શિક્ષણ, આરોગ્ય, સંશોધન, ચારિત્ર નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ વગેરેમાં 1 લાખ કરોડ રૂપિયાની ચેરિટી કરી છે. 10 હજારથી વધુ કેન્દ્રો, 25 લાખથી વધુ પ્રશિક્ષિત યોગ શિક્ષકો અને 1 કરોડ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવા સાથે રાષ્ટ્ર નિર્માણ અને ચારિત્ર્ય નિર્માણનું આ તમામ સેવા કાર્ય થઈ રહ્યું છે. અમારો સંકલ્પ એ છે કે સ્વદેશી આંદોલન એટલુ મોટુ ઊભુ થઈ ગયું છે કે  આર્થિક લૂંટ, ગુલામી અને ગરીબીમાંથી ભારત નિકળે તો જ ભારત સર્વોચ્ચ ગૌરવશાળી બનશે.  બીપી, સુગર, થાઈરોઈડ, અસ્થમા, સંધિવા, સ્ટ્રેસ, ડિપ્રેશન, ઊંઘ વગેરે જેવા રોગોની ગોળીઓ છોડાવીને  અમે દેશના પ્રતિ વર્ષ 100 થી 200 લાખ કરોડ રૂપિયા બચાવીએ છીએ.

ચોથી ક્રાંતિ: બૌદ્ધિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા - જે ભારતે સમગ્ર વિશ્વને સૌ પ્રથમ સંસ્કૃત વિશ્વારાનો સંદેશ આપ્યો તે ભારત જો વૈચારિક અને સાંસ્કૃતિક ગુલામીમાંથી પસાર થાય તો તે યોગ્ય નથી. આજે ભારતવર્ષ દરેક વસ્તુ માટે વિશ્વના તે દરિદ્ર દેશો પર નિર્ભર રહે છે જેમની પાસે કાગળના ટુકડા, થોડા ડોલર કે પાઉન્ડ છે. સાચી અને વાસ્તવિક સંપત્તિ એ માત્ર પૈસા નથી પણ સારું સ્વાસ્થ્ય, સુખી ઘર-પરિવાર  અને ચારિત્ર્ય, યોગધન અને  દૈવી સંપત્તિ એ સાચી સંપત્તિ છે. આપણે ભારતને વૈચારિક અને સાંસ્કૃતિક ગુલામીમાંથી મુક્ત કરાવવાનું છે. તેથી જ અમે કહીએ છીએ કે આપણે આ સનાતન ધર્મ, વેદ ધર્મ, ઋષિ ધર્મ, યોગ ધર્મને યુગ ધર્મ તરીકે આગળ વધારવાનો છે. દુનિયાના 500 કરોડથી વધુ લોકો યોગ ધર્મ અને સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખે છે.  જો બધા સાથે મળીને આગળ વધે તો આખી દુનિયામાંથી રિલિજિયસ આતંકવાદ, પોલિટિકલ ટેરેરિઝમ અને શિક્ષણ અને દવાના નામ પર ચાલતો આતંકવાદ ખતમ થશે.

પાંચમી ક્રાંતિ: વ્યસન, રોગો અને ભોગવિલાસથી મુક્તિ - સમગ્ર વિશ્વમાં નશાનો ખતરનાક ખેલ ચાલી રહ્યો છે. ભારતમાં નશાના દલદલમાં ફસાઈ રોગો, નશો અને અશ્લીલતાના કારણે લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે.  રોગ, નશો અને અશ્લીલતાથી આઝાદીનો અમારો સંકલ્પ છે. પતંજલિના 30 વર્ષ પૂરા થવા પર આ જ અમારો સંકલ્પ છે કે અમે સમગ્ર વિશ્વને યોગમય બનાવીશું, ચારિત્ર્ય નિર્માણ કરી  આદર્શ વિશ્વ નાગરિકોનું નિર્માણ કરીશું.

કાર્યક્રમમાં આચાર્ય બાલકૃષ્ણજી મહારાજે કહ્યું કે પૂજ્ય સ્વામીજીના અખંડ પ્રયાસોને કારણે પતંજલિનું યોગદાન આજે સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે. લોકોને સ્વાસ્થ્ય આપવા માટે પતંજલિએ અર્થ સે પરમાર્થનું અભિયાન શરૂ કર્યું છે. પતંજલિનો 100 ટકા નફો માત્ર ચેરિટી માટે છે. પતંજલિ માટે ભારત બજાર નથી પરંતુ એક પરિવાર છે. પતંજલિની 500 થી વધુ વિશ્વ કક્ષાના વૈજ્ઞાનિકોની ટીમ સતત સંશોધન કરી રહી છે અને વિવિધ પ્રકારના રસ, ઉકાળો, વટિયા, કેપ્સ્યુલ્સ, ઘઉંના ઘાસ, કુંવારપાઠાનો રસ, આમળાનો રસ, લીમડાનો રસ, ગીલોય  રસ વગેરે સંશોધન અને પુરાવા આધારિત દવાઓ સમગ્ર વિશ્વને ઉપલબ્ધ કરાવી રહ્યું છે.  આધુનિક વિજ્ઞાનનો પ્રયોગ કરીને ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ પતંજલિએ સૌપ્રથમ કર્યું હતું. આજે પતંજલિએ   વિશ્વના 200 દેશોમાં કરોડો લોકો સુધી યોગને ગુફાઓમાંથી બહાર કાઢી જન-જન સુધી પહોંચાડ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget