સાવધાન: આ વયના લોકો મ્યુકોરમાઇકોસિસના બની રહ્યાં છે શિકાર, જાણો શુ છે કારણ?
કોરોનાની બીમારીની સામે લડનાર કોવિડના દર્દીમાં બ્લેક ફંગસની બીમારી મ્યુકોરમાઇકોસિસ જોવા મળી રહી છે. કોવિડ -19 બાદ આ બ્લેક ફંગસે લોકોની ચિંતા વધારી છે. એક્સપર્ટના મત મુજબ આ બ્લેક ફંગસ એક ખાસ એજ ગ્રૂપના લોકોને શિકાર બનાવી રહ્યો છે
કોરોનાની બીમારીની સામે લડનાર કોવિડના દર્દીમાં બ્લેક ફંગસની બીમારી મ્યુકોરમાઇકોસિસ જોવા મળી રહી છે. કોવિડ -19 બાદ આ બ્લેક ફંગસે લોકોની ચિંતા વધારી છે. એક્સપર્ટના મત મુજબ આ બ્લેક ફંગસ એક ખાસ એજ ગ્રૂપના લોકોને શિકાર બનાવી રહ્યો છે
કોરાનાની બીજી લહેરમાં કોવિડ બાદ થતો મ્યુકોરમાઇકોસિસે દર્દીની ચિંતા વધારી છે. આ એક બ્લેક ફંગસજન્ય રોગ છે. જેમાં સાયનસથી શરૂ થઇને મગજ સુધી ફેલાઇ જાય તો જીવલેણ પણ સાબિત થાય છે. એકસ્પર્ટનાં મત મુજબ આ રોગમાં 100એ 50 લોકોના મૃત્યુ આપે છે. હાલ એક ચોક્કસ એજ ગ્રપૂના લોકોમાં આ રોગ વધુ જોવા મળે છે.
કોવિડથી સાજા થયેલા દર્દીમાં મ્યુકોરમાઇકોસિસની બીમારી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે, આ બીમારી 30થી 45 વયના એજ ગ્રૂપના લોકોમાં વધુ જોવા મળી રહી છે. હાલ મ્યુકોરમાઇકોસીસના કેસ દરેક શહેરમાં અંદાજિત 250થી વધુ છે. વડાદરામાં મ્યુકોરમાઇકોસીસની 95 દર્દીઓએ સારવાર લીધી તેમાં 21 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની બીજી લહેરમાં કોવિડાના કેસમાં હવે ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યો છે ત્યારે મ્યુકોમાઇકોસીસના કેસે ચિંતા વધારી છે. મ્યુકોરમાઇકોસીસ એક ખાસ એજ ગ્રપને ટારગેટ કરી રહ્યું છે. દરે 80 ટકા દર્દીએ 50 ટકા મ્યુકોરમાઇકોસસીસન દર્દી 30થી 45 વયના હોવાનું સામે આવ્યું છે. મ્યુકોરમાઇકોસિસ કયા કારણે થાય છે. જાણીએ..
મ્યુકોરમાઇકોસિસ થવાના કારણો
કોવિડ બાદ સાજા થયલા દર્દીમાં મ્યુકોરમાઇકોસિસની બીમારી જોવા મળી રહી છે આ એક બ્લેક ફંગસ છે. સામાન્ય રીતે આ બીમારી ખૂબ જ રેર છે. જો કે ચેપી નથી પરંતુ જો સમયસર તેનો ઇલાજ ન થાય તો આંખ કાન કે જડબું ગુમાવવાનો વારો આવે છે. આ બ્લેક ફંગસ સામે લડવા માટે સામાન્ય રીતે આપની ઇમ્યૂસ સિસ્ટમ ખૂબ જ સક્ષમ હોય છે. જો કે કોવિડના દર્દીમાં પહેલાથી ઇમ્યૂન સિસ્ટમ ડાઉન હોય છે. તેના કારણે પણ આ બીમારી કોવિડના દર્દીમાં જોવા મળી રહી છે. બીજું કારણ સ્ટીરોઇડ પણ છે. ગંભીર દર્દીના લાંબા ગાળા સુધી કોવિડ દરમિયાન સ્ટીરોઇડ આપી હોય તો પણ આ બીમારી થઇ શકે છે. એક અન્ય કારણ ઓક્સિજન પણ છે. ઓક્સિજનના સાધનો સ્ટીરલ કર્યા વિના વાપર્યા ન હોય તો ઓક્સિજનના પાાઇપમાં મોઇશ્રરના કારણે ફંગસ થાય છે અને તે ફંગસ નાક વડે અંદર જતાં મ્યુકોરમાઇકોસીસનો જન્મ થાય છે.