શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ શહેરમાં વાઈન શોપની બહાર દારૂ લેવા લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં, દોઢ KM સુધી લાગી લાઈનો
લોકડાઉનમાં છૂટછાટ મળી તો લોકો વાઈન શોપમાં દારૂ લેવા લોકોએ પડાપડી કરી હતી. વાઈન શોપ ખુલ્યા પહેલા જ લોકોની લાઈનો લાગી ગઈ હતી.
લોકડાઉનમાં છૂટછાટ મળી તો લોકો વાઈન શોપમાં દારૂ લેવા લોકોએ પડાપડી કરી હતી. વાઈન શોપ ખુલ્યા પહેલા જ લોકોની લાઈનો લાગી ગઈ હતી. કર્ણાટકના બેંગલુરૂમાં વાઈન શોપની બહાર દોઢ કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. દેશના અલગ-અલગ વિસ્તારોની સામે આવેલી તસવીરોમાં જોઈને લાગે છે કે, દારૂ માટે મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સમગ્ર દેશમાં દારૂનીની દુકાનો પર ભીડ જોવા મળી રહી છે.
કર્ણાટકના હુબલીમાં સમગ્ર દેશમાં લોકડાઉન 3.0ની વચ્ચે સરકારે દારૂની દુકાનો ખોલવાની જાહેરાત કર્યાં બાદ કન્ટેનમેન્ટ ઝોન ક્લબ રોડમાં લોકો દારૂની દુકાનોની બહાર લાંબી લાઈનોમાં ઉભા જોવા મળ્યાં હતાં. પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવી રહી છે.
દિલ્હી સરકારે સ્ટેન્ડઅલોનની દુકાનો, કોલોનીની દુકાનો અથવા રેસિડેન્ટની નજીકની દુકાનોમાં દારૂના વેચાણની છૂટછાટ આપી છે. ત્યાર બાદ લક્ષ્મીનગરની એક દારૂની દુકાનની બહાર લોકો લાંબી લાઈનમાં જોવા મળ્યા હતાં. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પણ દારૂની દુકાનની બહાર સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી. તમને જણાવી દઈએ કે, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ પ્રમાણે, તમામ ઝોનમાં શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી જ દારૂની દુકાન ખોલવાની ચૂટ આપવામાં આવી છે. આમાં સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમનું પાલન કરાવવું દુકાનદારની જવાબદારી રહેશે. ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહારના જ વિસ્તારમાં દારૂની દુકાનો ખોલી શકાશે.People line up outside a liquor shop in Laxmi Nagar after Delhi govt allowed sale of liquor in standalone shops, neighbourhood (colony)shops or shops in residential complexes. pic.twitter.com/ADyPE8ZUYQ
— ANI (@ANI) May 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion