શોધખોળ કરો
Advertisement
ગુજરાતના લોકો હવે આ રાજ્યમાં ટેસ્ટ વગર એન્ટ્રી નહીં કરી શકે, રાજ્ય સરકારે લાગુ કર્યા નવા નિયમ
સરકારની ગાઈડલાઈન અનુસાર આ 4 રાજ્યોમાંથી હવાઈ માર્ગે આવનારા મુસાફરોએ RT-PCR નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે.
ગુજરાતના લોકો હવે કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે. 25 નવેમ્બરથી આ નિયમ લાગુ થશે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સોમવારે ફરમાન કર્યું કે ગુજરાત, રાજસ્થાન, દિલ્લી અને ગોવાના લોકો કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં પ્રવેશી નહીં શકે.
મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર આ 4 રાજ્યોમાંથી હવાઈ માર્ગે આવનારા મુસાફરોએ RT-PCR નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે. રિપોર્ટ બોર્ડિંગ એરપોર્ટ પર ચેક કરાશે. 72 કલાક પહેલાનો રિપોર્ટ હોવો જોઈએ. જો રિપોર્ટ નેગેટિવ નહીં હોય તો પ્રવાસીએ મુંબઈ એરપોર્ટ પર સ્વખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ટેસ્ટ નેગેટિવ આવવા પર તે જઈ તો શકશે. પણ જ્યાં રોકાણ કરવાના છે ત્યાંનું એડ્રેસ સહિતની જાણકારી આપવાની રહેશે.
જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો નિયમાનુસાર સારવાર અપાશે. જો પ્રવાસી રેલવે માર્ગે આવશે તો 96 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે. જો રિપોર્ટ નહીં હોય તો રેલવે સ્ટેશન પર કોરોનાના લક્ષણ અને અને તાવની તપાસ કરાશે. લક્ષણ નહીં હોય તો જવા દેવાશે પણ લક્ષણ દેખાશે તો એંટિજન ટેસ્ટ કરાશે. એંટિજન ટેસ્ટ નેગેટિવ આવવા પર જવા દેવાશે.
પોઝિટિવ આવવા પર કોવિડ કેર સેંટરમાં મોકલાશે. જ્યાં પોતાના ખર્ચે ઈલાજ કરાવવાનો રહેશે. તો રોડ માર્ગે મહારાષ્ટ્ર આવનારા મુસાફરની બોર્ડર પર તપાસ કરાશે. કોરોનાના લક્ષણ નહીં હોય તો પ્રવેશવા દેવાશે. પણ જો લક્ષણ દેખાશે તો પરત જવાનો વિકલ્પ અપાશે.
લક્ષણ હોવા છતાં જો કોઈ મહારાષ્ટ્રમાં પ્રવેશવા ઇચ્છતો હશે તો એંટિજન ટેસ્ટ કરાશે. નેગેટિવ રિપોર્ટ આવવા પર જવા દેવાશે. પણ પોઝિટિવ આવવા પર કોવિડ કેર સેંટરમાં મોકલાશે. જ્યાં પોતાના ખર્ચે ઈલાજ કરાવવાનો રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion