આ રાજ્યમાં સરકારે જિલ્લા કલેક્ટરોને લૉકડાઉન 31 મે સુધી લંબાવવાની આપી મંજૂરી, ઑડ-ઈવનના આધારે ખુલશે દૂકાનો
અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉન સમાપ્ત કરવામાં આવી રહ્યું નથી, કોવિડ (Covid 19) ની સ્થિતિ અને જોખમોના આધારે જિલ્લાઓમાં થોડી વધુ રાહત આપવામાં આવી રહી છે.
રાયપુર: કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા સંક્રમણના પગલે છત્તીસગઢમાં સરકારે (Chhattisgarh Govt) રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને લોકડાઉન (Lockdown)31 મે સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, સરકારે તમામ જિલ્લામાં આ મહિનાની 31 તારીખ સુધી કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનની મુદ્દત લંબાવવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા રાજ્યના મોટાભાગના જિલ્લામાં શનિવારે 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય કે, રાજ્યના રાયપુર જિલ્લામાં આ મહિનાની 31 મી તારીખ સુધી અને બિલાસપુર (Bilaspur) જિલ્લામાં 24 મી સુધી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉન સમાપ્ત કરવામાં આવી રહ્યું નથી, કોવિડ (Covid 19) ની સ્થિતિ અને જોખમોના આધારે જિલ્લાઓમાં થોડી વધુ રાહત આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, લોકડાઉનની નવી માર્ગદર્શિકા મુજબ કડક પ્રોટોકોલને અનુસરીને રાજ્યમાં નિર્માણ કાર્યને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં કરિયાણા, દૈનિક જરૂરીયાતો, શાકભાજી અને ફળોને લગતી દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બજારોને દરરોજ ખોલવામાં આવી શકે છે પરંતુ ઓડ- ઈવનના આધારે દુકાનો ખોલવા દેવાની મંજૂરી અપાશે. આ અંગે જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષક વેપારીઓ દ્વારા દુકાનો ખોલવા અથવા બંધ કરવા અંગે સલાહ લઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન સાંજે પાંચ વાગ્યા સુધી દુકાનો ખુલી શકે છે. પરંતુ રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન પેટ્રોલ પમ્પ, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ અને આવશ્યક સેવાઓને મંજૂરી આપવામાં આવી છે.
છત્તીસગઢમાં શું છે કોરોનાની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, છત્તીસગમાં શુક્રવાર સુધીમાં 8,99,925 લોકોને કોરોના ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 7,72,500 દર્દીઓ સારવાર પછી સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 11,461 લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 43 લાખ 72 હજાર 907
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
કુલ મોત - 2 લાખ 66 હજાર 207