શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાની રસીને મંજૂરી આપવા કઈ મલ્ટિનેશનલ કંપનીએ માંગી ઈમર્જન્સી એપ્રૂવલ જાણો ક્યાં સુધીમાં આવી શકે રસી?
અમેરિકાની મલ્ટિનેશનલ કંપની ફાઈઝરે ભારતમાં કોરોનાની રસી લોંચ કરવા માટે ઈમર્જન્સી એપ્રૂવલ માંગી છે. અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઇઝર (Pfizer) ની ભારતીય સબસિડરીએ તેના દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI) સમક્ષ અરજી કરી છે
નવી દિલ્લીઃ બ્રિટનમાં આવતા અઠવાડિયાથી જેની રસી અપાવાની છે એ અમેરિકાની મલ્ટિનેશનલ કંપની ફાઈઝરે ભારતમાં કોરોનાની રસી લોંચ કરવા માટે ઈમર્જન્સી એપ્રૂવલ માંગી છે. અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઇઝર (Pfizer) ની ભારતીય સબસિડરીએ તેના દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI) સમક્ષ અરજી કરી છે. ફાઇઝરે તેની કોવિડ-19 રસીને બ્રિટન અને બહરીનમાં આ રીતે જ ઈમર્જન્સી એપ્રૂવલ મળી હોવાથી ભારતમાં પણ ઈમર્જન્સી એપ્રૂવલ આપવા વિનંતી કરી છે. આ મંજૂરી મળશે તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ભારતમાં કોરોનાની રસી આવી જશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રગ રેગ્યુલેટરને ફાઇલ કરેલી અરજીમાં કંપનીએ ભારતમાં અમેરિકાથી રસીની આયાત અને વિતરણ માટે મંજૂરીની વિનંતી કરી છે. આ સિવાય ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ, 2019 ની વિશેષ જોગવાઈઓ હેઠળ ભારતમાં લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સની છૂટ આપવાની પણ વિનંતી કરી છે.
ફાઈઝર ઇન્ડિયાએ ભારતમાં તેની કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે 4 ડિસેમ્બરના રોજ DGCIની સમક્ષ અરજી કરી છે. બ્રિટને બુધવારે ફાઇઝરના કોવિડ-19 રસીની ઇમરજન્સી ઉપયોગ માટે ઈમર્જન્સી એપ્રૂવલ હતી. બ્રિટન બાદ બહરીન શુક્રવારે આ રીતે ઈમર્જન્સી એપ્રૂવલ મળતાં દુનિયાનો બીજો દેશ બની ગયો છે જેણે દવા બનાવતી કંપની ફાઇઝર અને તેના જર્મન સહયોગી બાયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. ફાઈઝરે અમેરિકામાં પણ આ પ્રકારની મંજૂરી માટે અરજી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion