Lok Sabha Election 2024 Voting Live: બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી સૌથી વધુ 32 ટકા મતદાન, જાણો ક્યાં અને કેટલું મતદાન?
Lok Sabha Election Phase 4 Voting Live: લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં 1717 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં 8.97 કરોડ પુરૂષ અને 8.73 કરોડ મહિલા મતદારો છે.
LIVE
Background
Lok Sabha Election Phase 4 Voting Live: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024)ના ચોથા તબક્કા (Fourth Phase Voting) માટે મતદાન આજે સોમવારે (13 મે, 2024) થવાનું છે. ચોથા તબક્કા (Fourth Phase Voting)માં 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે, ચૂંટણી પંચના કહેવા મુજબ, ચોથા તબક્કા (Fourth Phase Voting)માં કુલ 17.7 કરોડ મતદારો અને 1.92 લાખ મતદાન મથકો છે.
ચોથા તબક્કા (Fourth Phase Voting)માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ની સાથે આંધ્રપ્રદેશની 175 વિધાનસભા સીટો અને ઓડિશાની 28 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે, તેલંગાણામાં મતદાનનો સમય વધારવામાં આવ્યો છે જેથી 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1717 ઉમેદવારો ચોથા તબક્કા (Fourth Phase Voting)ની ચૂંટણીમાં મેદાનમાં છે. ચોથા તબક્કા (Fourth Phase Voting)માં મતદાન અને સુરક્ષા અધિકારીઓને લઈ જવા માટે ત્રણ રાજ્યો (આંધ્ર પ્રદેશ-02, ઝારખંડ- 108; ઓડિશા-12)માં 122 હવાઈ ફ્લાઈટ્સ ગોઠવવામાં આવી હતી.
19 લાખથી વધુ મતદાન અધિકારીઓ 1.92 લાખ મતદાન મથકો પર 17.7 કરોડથી વધુ મતદારોનું સ્વાગત કરશે. ચોથા તબક્કા (Fourth Phase Voting)માં 8.97 કરોડ પુરુષ અને 8.73 કરોડ મહિલા મતદારો છે. ચોથા તબક્કા (Fourth Phase Voting)માં 12.49 લાખ 85+ વર્ષ કરતાં વધુ અને 19.99 લાખ PwD મતદારો છે જેમને તેમના ઘરની આરામથી મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
સામાન્ય ચૂંટણી 2024 (General Election 2024) ના ચોથા તબક્કા (Fourth Phase Voting)ના મતદાન માટે 364 નિરીક્ષકો (126 સામાન્ય નિરીક્ષકો, 70 પોલીસ નિરીક્ષકો, 168 ખર્ચ નિરીક્ષકો) મતદાનના થોડા દિવસો પહેલા તેમના મતવિસ્તારમાં પહોંચી ગયા હતા. કુલ 4661 ફ્લાઈંગ સ્ક્વોડ, 4438 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 1710 વિડિયો સર્વેલન્સ ટીમો અને 934 વિડિયો સર્વેલન્સ ટીમો મતદારોના કોઈપણ પ્રકારના પ્રલોભન સામે કડક અને ઝડપથી કાર્યવાહી કરવા માટે ચોવીસ કલાક તકેદારી રાખી રહી છે.
કુલ 1016 આંતરરાજ્ય અને 121 આંતરરાષ્ટ્રીય સરહદ ચોકીઓ દારૂ, ડ્રગ્સ, રોકડ અને મફતના કોઈપણ ગેરકાયદેસર પ્રવાહ પર કડક નજર રાખી રહી છે. દરિયાઈ અને હવાઈ માર્ગો પર કડક દેખરેખ રાખવામાં આવી છે.
જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તેમાં આંધ્રપ્રદેશની 25 બેઠકો તેમજ તેલંગાણાની તમામ 17 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. તો આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 11, મહારાષ્ટ્રની 11, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8-8, બિહારની 5, ઓડિશા અને ઝારખંડની 4-4 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે.
Lok Sabha Election 4th Phase Voting Live: કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું- મુસ્લિમો પણ ભાજપને વોટ આપી રહ્યા છે
બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, સવારે મતદાનની ટકાવારી ઓછી હતી. પરંતુ બપોર સુધીમાં તેમાં વધારો થશે. મુસ્લિમો પણ મોદીજીને વોટ આપી રહ્યા છે. તેઓને યોજનાઓનો લાભ મળી રહ્યો છે. કોંગ્રેસે લોકોને NOTAમાં વોટ કરવા કહ્યું. પરંતુ લોકો સ્માર્ટ બન્યા, તેઓ અમને મત આપશે. જ્યાં મહત્તમ મતદાન થશે ત્યાં અમે પોલિંગ સ્ટાફનું સન્માન કરીશું.
11 વાગ્યા સુધીમાં આ દિગ્ગજોએ કર્યું મતદાન
અત્યાર સુધી અર્જુન મુંડા, વાયએસ શર્મિલા, ચંપા સોરેન, જિતિન પ્રસાદ, બંડી સંજય, ઓમર અબ્દુલ્લા, પ્રકાશ જાવડેકર, વિજય ચૌધરી, અસદુદ્દીન ઓવૈસી, જગન મોહન રેડ્ડી, વેંકૈયા નાયડુ, ગિરિરાજ સિંહ, માધવી લત્તા, જી કિશન રેડ્ડી, સુરેશ ખન્નાએ મતદાન કર્યું છે.
Lok Sabha Election 4th Phase Voting Live: 11 વાગ્યા સુધી ક્યાં અને કેટલું મતદાન
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 11 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 32.78% મતદાન થયું હતું. આ સિવાય મધ્યપ્રદેશમાં 32.38 ટકા, ઝારખંડમાં 27.40 ટકા, યુપીમાં 27.12 ટકા, તેલંગાણામાં 24.31 ટકા, ઓડિશામાં 23.28 ટકા, આંધ્રમાં 23.10 ટકા, બિહારમાં 22.54 ટકા, મહારાષ્ટ્રમાં 17.51 ટકા મતદાન થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં 14.94 ટકા.