PM Cares For Children: મોદી સરકારની આ યોજનામાં કોરોનામાં અનાથ થયેલા બાળકોને દર મહિને મળશે 4000 રૂપિયા, જાણો વિગત
પીએમ મોદીએ કહ્યું, હું તમારી સાથે પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છું. હું જાણું છું કે કોરોનાના કારણે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના જીવનમાં આ પરિવર્તન કેટલું મુશ્કેલ છે.
PM Cares For Children: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના સમયગાળા દરમિયાન અનાથ થયેલા બાળકોને સશક્ત બનાવવા માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ પીએમ કેર્સ ફંડમાંથી અનાથોના બેંક ખાતામાં શિષ્યવૃત્તિ મોકલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર અનાથ બાળકોની સાથે છે. અમે બાળકોને કોઈપણ રીતે મદદ કરીશું.
શું કહ્યું પીએમ મોદીએ
પીએમ મોદીએ કહ્યું, હું તમારી સાથે પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છું. હું જાણું છું કે કોરોનાના કારણે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના જીવનમાં આ પરિવર્તન કેટલું મુશ્કેલ છે. આપણી સાથેથી જે લોકો જતા રહે છે તેની થોડીક જ યાદો છે, પરંતુ જે બાકી રહે છે તેમણે પડકારો સામનો કરવો પડે છે.
Prime Minister Narendra Modi releases benefits under PM CARES for Children Scheme. This will support those who lost their parents during the Covid-19 pandemic. pic.twitter.com/7DEM7qGM1Y
— ANI (@ANI) May 30, 2022
બાળકોની તકલીફો ઓછી કરવા માટે એક નાનકડો પ્રયાસ
વડાપ્રધાને કહ્યું કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઘટાડવાનો એક નાનકડો પ્રયાસ છે. દરેક દેશવાસી સંવેદનશીલતા સાથે તમારી સાથે છે. બાળકોના સારા શિક્ષણ માટે તેઓને તેમના ઘરની નજીકની સરકારી કે ખાનગી શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈને પ્રોફેશનલ કોર્સ, ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનની જરૂર હોય તો પીએમ કેર્સ તેમાં પણ મદદ કરશે.
દર મહિને ચાર હજાર રૂપિયા મળશે
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અન્ય યોજનાઓ દ્વારા આવા બાળકો માટે અન્ય દૈનિક જરૂરિયાતો માટે દર મહિને રૂ. 4000ની જોગવાઈ પણ કરવામાં આવી છે. જ્યારે આવા બાળકો તેમનું શાળાકીય અભ્યાસ પૂર્ણ કરશે ત્યારે ભવિષ્ય માટે વધુ પૈસાની જરૂર પડશે. આ માટે 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે અને જ્યારે તમે 23 વર્ષના થશો તો તમને એકસાથે 10 લાખ રૂપિયા મળશે.
If someone needs an education loan for professional courses, for higher education, then PM-CARES will help in that too. Rs 4,000 have also been arranged for them every month through other schemes for other daily needs: Prime Minister Narendra Modi pic.twitter.com/TSNmWZu10j
— ANI (@ANI) May 30, 2022
પાંચ લાખ સુધીની મફત સારવાર
પીએમ મોદીએ કહ્યું, જો બાળક બીમાર પડે તો તેને સારવાર માટે પૈસાની જરૂર પડે છે. જેથી બાળકોએ ચિંતા કરવાની જરૂર નથી. આયુષ્માન હેલ્થ કાર્ડ તમને પીએમ કેર ફોર ચિલ્ડ્રન દ્વારા આપવામાં આવી રહ્યું છે, તે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા આપશે.
Children are also being given Ayushman Health Card through 'PM Cares for Children', from this free facility of treatment up to Rs 5 lakhs will also be available: PM Modi pic.twitter.com/w1ZD53mXNS
— ANI (@ANI) May 30, 2022