ખેડૂતો આનંદો, આવતીકાલે 11.30 વાગે ખેડૂતોના ખાતામાં આવશે PM Kisan Yojanaનો 15મો હપ્તો, આ રીતે કરી શકો છો ચેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11:30 વાગ્યે ઝારખંડના ખુંટીથી સ્કીમ હેઠળનો 15મો હપ્તો ટ્રાન્સફર કરશે. આ સમયગાળા દરમિયાન સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
PM Kisan Samman Nidhi Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના 8 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળના હપ્તાને ટ્રાન્સફર કરશે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 14 હપ્તા મોકલવામાં આવ્યા છે, આ વખતે પીએમ 15મો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરશે. 8 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં સરકાર દ્વારા 18 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11:30 વાગ્યે ઝારખંડના ખુંટીથી સ્કીમ હેઠળનો 15મો હપ્તો ટ્રાન્સફર કરશે. આ સમયગાળા દરમિયાન સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. આ જોવા માટે તમે pmevents.ncog.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. આ રકમ 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.
"पीएम किसान सम्मान निधि योजना की अग्रिम किस्त का जश्न-ए-रंग, त्योहारों के संग"
— Pradhan Mantri Kisan Samman Nidhi (@pmkisanofficial) November 13, 2023
.
पीएम किसान सम्मान निधि योजना की 15वीं क़िस्त आने में बस 2 दिन शेष!
#PMKisan #PMKisanSammanNidhi #PMKisan15thInstallment #Farmers #2daystogo pic.twitter.com/C5r80GqxVk
કઇ રીતે ચેક કરશો ખાતામાં પૈસા આવ્યા કે નહીં ?
ઓફિશિયલ વેબસાઈટની મદદથી: સૌ પ્રથમ ખેડૂત ભાઈઓ, પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. આ પછી કિસન ભાઈ હૉમ પેજ પર "બેનિફિશિયરી સ્ટેટસ" પર ક્લિક કરો. પછી અહીં તમારે તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવો પડશે. હવે ખેડૂત ભાઈઓ "Get Data" પર ક્લિક કરો. આ પછી ખેડૂતને તેના ખાતાની સ્થિતિ વિશે માહિતી મળશે.
SMS દ્વારા: જો તમે SMS દ્વારા PM કિસાન સન્માન નિધિના હપ્તાનું સ્ટેટસ ચેક કરવા માંગો છો, તો તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી "STATUS" લખીને 8923020202 પર મોકલવાનું રહેશે. જે બાદ તમને એક SMS મળશે. આમાં તમને હપ્તાની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે.
કિસાન કૉર્નર એપ્લિકેશન દ્વારા તપાસો: તમે કિસાન કોર્નર એપ્લિકેશનની મદદથી પીએમ કિસાન સન્માન નિધિના હપ્તાની સ્થિતિ ચકાસી શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલમાં કિસાન કોર્નર એપ ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ખોલ્યા પછી, "બેનિફિશિયલી સ્ટેટ્સ" પર ક્લિક કરો. જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. હવે "Get Data" પર ક્લિક કરો. જે બાદ તમને માહિતી મળશે.
माननीय प्रधानमंत्री श्री @narendramodi
— Pradhan Mantri Kisan Samman Nidhi (@pmkisanofficial) November 11, 2023
द्वारा पीएम किसान सम्मान निधि योजना की 15वीं क़िस्त का हस्तांतरण 15 नवंबर, 2023 को होगा जिसमें 8 करोड़ किसानों को यह क़िस्त DBT के माध्यम से सीधा उनके बैंक खाते में हस्तांतरित होगी।#PMKisan #PMKisanSammanNidhi #PMKisan15thInstallment pic.twitter.com/IJH4kIN4Ma
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी द्वारा पीएम किसान सम्मान निधि योजना की 15वीं क़िस्त का हस्तांतरण 15 नवंबर, 2023 को खूंटी, झारखंड में किया जाएगा जिसमें 8 करोड़ किसानों को यह क़िस्त DBT के माध्यम से सीधा उनके बैंक खाते में हस्तांतरित की जाएगी।#PMKisan #PMKisan15thInstalment pic.twitter.com/Wb5RKvHH24
— Agriculture INDIA (@AgriGoI) November 14, 2023
प्रधानमंत्री श्री @narendramodi जी, पीएम किसान सम्मान निधि योजना के तहत, देश के 8 करोड़ से अधिक लाभार्थी किसान परिवारों को 15वीं किस्त DBT के माध्यम से हस्तांतरित कर लाभार्थियों से संवाद करेंगे...
— Narendra Singh Tomar (@nstomar) November 14, 2023
रजिस्ट्रेशन हेतु लिंक : https://t.co/i7uMRPZT0r#PMKisan15thInstallment #PMKisan pic.twitter.com/XA9FRXw6Zd