શોધખોળ કરો
Advertisement
વડાપ્રધાન મોદીએ મહાગઠબંધનને 'મહામિલાવટ' ગણાવ્યું, કહ્યું- જનતા તેનાથી દૂર રહેશે
નવી દિલ્હી: પધાનમંત્રી નરેંદ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના બજેટ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપતા કહ્યું, આગામી ચૂંટણીમાં તમામ પક્ષોને શુભકામનાઓ. પીએમ મોદીએ કહ્યું, પડકારને પડકાર આપનારા જ આગળ વધે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દેશને ખબર છે કે મિલાવટની સરકાર શું હોય છે અને હવે તો મહામિલાવટ આવવાની છે. સ્વસ્થ લોકતંત્ર માટે લોકો મહામિલાવટથી દૂર રહેશે. હાલમાં કોલકાતામાં શું થયું તે બધાએ જોયું છે. આ એ પક્ષ છે જે કોલકાતામાં મળે છે, કેરાલામાં જોવાનું પસંદ નથી કરતા.
પોતાની સરકારની પ્રસંશા કરતા તેમણે કહ્યું અમારી સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરી છે. પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરનારા મતદારોને શુભકામનાઓ આપી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, સરકારે દેશના દરેક ગામડાઓમાં વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે.
કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું તમે લોકો 2004 અને 2009નો ચૂંટણી ઢંઢેરો જુઓ. તમે કહેતા હતા કે ત્રણ વર્ષમાં વિજળી પહોંચાડી દેશું, પરંતુ એ ત્રણ વર્ષ તમારા 10 વર્ષમાં બદલાઈ ગયા અને શું થયું તે દેશની જનતા જાણે છે.
કૉંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, તમે કહી રહ્યા છો કે મોદી સંસ્થાઓને ખત્મ કરી રહ્યા છે, કટોકટી લગાવી કૉંગ્રેસે, સેનાનું અપમાન કર્યું કૉંગ્રેસનું અપમાન કર્યું કૉંગ્રેસે અને કહો છો મોદી બરબાદ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion