શોધખોળ કરો
મહારાષ્ટ્રઃ નાસિક રેલીમાં વડાપ્રધાને કહ્યુ- કાશ્મીર પર વિપક્ષના નિવેદનનો વિદેશોમાં થઇ રહ્યો છે ઉપયોગ
મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દિધી છે. આજે પ્રધાનમંત્રી મોદીએ નાસિકમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી.
![મહારાષ્ટ્રઃ નાસિક રેલીમાં વડાપ્રધાને કહ્યુ- કાશ્મીર પર વિપક્ષના નિવેદનનો વિદેશોમાં થઇ રહ્યો છે ઉપયોગ PM modi address rally in nasik maharastra મહારાષ્ટ્રઃ નાસિક રેલીમાં વડાપ્રધાને કહ્યુ- કાશ્મીર પર વિપક્ષના નિવેદનનો વિદેશોમાં થઇ રહ્યો છે ઉપયોગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/19160130/pm-modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નાસિક: મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દિધી છે. આજે પ્રધાનમંત્રી મોદીએ નાસિકમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી. આ સભામાં પીએમ મોદીએ કહ્યું સરહદ પારથી કાશ્મીરમાં હિંસા ભડકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ કાશ્મીરના લોકો માત્ર વિકાસ ઈચ્છે છે. પીએમ મોદીએ કહ્યું, વિપક્ષને આ નિર્ણયથી મુશકેલી થઈ રહી છે, સમગ્ર દેશ આ નિર્ણય પણ એકજૂટ છે. પરંતુ કૉંગ્રેસ-એનસીપીના નેતાઓએ તેના પર સરકારનો સહયોગ નથી કર્યો. વિદેશોમાં પણ વિપક્ષના નેતાઓના નિવેદનોના આધાર પર ભારત પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, અમારી નવી સરકારે 100 દિવસ પૂર્ણ કરી શતક લગાવ્યું છે. આ શતકમાં ધાર પણ છે અને રફતાર પણ છે. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે પાછલી સરકારોના કાર્યકાળમાં મહારાષ્ટ્ર ઝડપથી આગળ નહોતું વધી શક્યું. પીએમ મોદીએ કહ્યું, જ્યારે લોકસભા ચૂંટણી ચરણસીમાએ હતી, ત્યારે હું અહીં સભા કરવા માટે આવ્યો હતો. ત્યારેથી અહીંની રેલીએ ભાજપની લહેરને વાવઝોડામાં ફેરવી દીધી છે. આ રેલી અગાઉ કરતા પણ ઘણી મોટી છે. પીએમ મોદીએ કહ્યું કેંદ્રમાં નવી સરકારના પ્રથમ શતકમાં દેશ, સમાજ અને દુનિયામાં નવા ભારતના દ્રષ્ટિકોણની ઝલક છે. પડકાર સામે ટક્કર લેવાની તાકાત, વિકાસનો જોશ અને ભારતની વૈશ્વિક તાકાતનો સંદેશ પણ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગુરુવારે નાસિકમાં મહાજનાદેશ યાત્રાની સમાપન રેલીને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાજનાદેશ યાત્રા અહેમદનગરથી શરૂ કરી હતી. આ પહેલા 7મી સપ્ટેમ્બરે પીએમ મોદી મુંબઈ અને ઔરંગાબાદ ગયા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.PM Narendra Modi in Nashik, Maharashtra: But the youth, mothers and sisters in Jammu & Kashmir have made up their mind to come out of the long period of violence. They want development and new employment opportunities. https://t.co/b56oljQp8t
— ANI (@ANI) September 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)