Prakash Parv: PM મોદીએ કહ્યુ 26 ડિસેમ્બરે મનાવાશે 'વીર બાલ દિવસ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ પર એક મોટી જાહેરાત કરી છે. દેશમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાલ દિવસ’ના રૂપમાં મનાવવામાં આવશે.
Prakash Parv: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ પર એક મોટી જાહેરાત કરી છે. દેશમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાલ દિવસ’ના રૂપમાં મનાવવામાં આવશે. ગુરુ ગોવિંદ સિંહ જયંતિ 'ગુરુ પર્વ' પ્રસંગે રવિવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે પ્રત્યેક વર્ષ 26 ડિસેમ્બરે 'વીર બાલ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. આ નિર્ણય ગુરુ ગોવિંદ સિંહજીના ચાર સાહેબજાદાને શ્રદ્ધાંજલિ આપવા તરીકે માનવામાં આવે છે.
Greetings on the Parkash Purab of Sri Guru Gobind Singh Ji. His life and message give strength to millions of people. I will always cherish the fact that our Government got the opportunity to mark his 350th Parkash Utsav. Sharing some glimpses from my visit to Patna at that time. pic.twitter.com/1ANjFXI1UA
— Narendra Modi (@narendramodi) January 9, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે ગુરુ ગોવિંદ સિંહજીની જયંતીના પ્રકાશ પર્વ પ્રસંગે મને જણાવતા ખુશી થાય છે કે હવે ડિસેમ્બરની 26 તારીખે ભારત વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ગોવિંદ સિંહજીના ચારેય સાહેબજાદોને એક ખરી શ્રદ્ધાંજલિ હશે.વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે વીર બાળ દિવસ એ દિવસ છે કે જે દિવસે સાહિબજાદે જોરાવર સિંહ, સાહિબજાદે ફતેહ સિંહ આ દેશ માટે શહીદ થઈ ગયા હતા અને તેમને દિવાલમાં જીવતા ચણી લેવામાં આવેલા. આ મહાન વિભૂતિયોએ અન્ય કોઈના ધર્મની પસંદગી કરવાને બદલે મોતને પસંદ કરેલું.
The bravery and ideals of Mata Gujri, Sri Guru Gobind Singh Ji and the 4 Sahibzades give strength to millions of people. They never bowed to injustice. They envisioned a world that is inclusive and harmonious. It is the need of the hour for more people to know about them.
— Narendra Modi (@narendramodi) January 9, 2022
વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતા ગુજરી, શ્રી ગુરૂ ગોવિંદ સિંહજી અને ચારેય સાહેબઝાદાની બહાદુરી અને આદર્શોએ લાખો લોકોને તાકાત આપી છે. તેમણે ક્યારેય અન્યાયની આગળ માથુ નથી નમાવ્યું. તેમણે ભાઈચારા અને સૌહાર્દપૂર્ણ વિશ્વની કલ્પના કરી. પીએમ મોદીએ કહ્યું કે, તેમને હંમેશા આ વાતની ખુશી રહેશે કે, તેમની સરકારને ગુરૂ ગોવિંદ સિંહના 350માં પ્રકાશ ઉત્સવ મનાવાનો અવસર મળ્યો.