શોધખોળ કરો

"ચરણોમાં માથું મૂકીને માફી માંગું છું", જાણો મહારાષ્ટ્રમાં પીએમ મોદીએ શા માટે માફી માગવી પડી

PM Modi in Maharashtra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કરોડો રૂપિયાની મત્સ્ય પાલન પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમએ સાવરકરનો પણ ઉલ્લેખ કર્યો.

PM Modi in Maharashtra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (30 ઓગસ્ટ 2024) મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પાલઘરમાં વાધવન બંદરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ લગભગ 1,560 કરોડ રૂપિયાની મત્સ્ય પાલન પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.

પીએમ મોદીએ કહ્યું, "જ્યારે 2013માં ભાજપે મને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નિશ્ચિત કર્યો હતો ત્યારે મેં રાયગઢના કિલ્લા પર જઈને પ્રાર્થના કરી હતી. એક ભક્ત જે ભાવનાથી પોતાના આરાધ્યની આરાધના કરે છે તે ભાવનાથી હું દેશ સેવા કરવા આવ્યો હતો."

'શિવાજી મહારાજ અમારા આરાધ્ય દેવ'

આ દરમિયાન પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજ પાસે માફી પણ માંગી. તેમણે કહ્યું, "છેલ્લા દિવસોમાં સિંધુદુર્ગમાં જે થયું તે મારા માટે, મારા બધા સાથીઓ માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર નામ નથી, આ માત્ર રાજા, મહારાજા નથી અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય દેવ છે. હું આજે માથું નમાવીને છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં મસ્તક મૂકીને માફી માંગું છું."

પીએમ મોદીએ સાવરકરનો કર્યો ઉલ્લેખ

પાલઘરમાં લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ સાવરકરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "અમારા સંસ્કાર અલગ છે. અમે એ લોકો નથી જે ભારત માતાના વીર સપૂત વીર સાવરકરને જેમ તેમ ગાળો આપે છે, દેશભક્તોની ભાવનાઓને કચડે છે. વીર સાવરકરને ગાળો આપીને પણ માફી માંગવા તૈયાર નથી. મહારાષ્ટ્રની જનતા આવા સંસ્કારને જાણી લે. આ ધરતી પર આવતાં જ હું છત્રપતિ શિવાજી મહારાજ પાસે માફી માંગવાનું કામ કરી રહ્યો છું."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "એક સમય હતો, જ્યારે ભારતને વિશ્વના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રોમાં ગણવામાં આવતું હતું. ભારતની આ સમૃદ્ધિનો એક મોટો આધાર ભારતનું સામુદ્રિક સામર્થ્ય હતું... અમારી આ તાકાતને મહારાષ્ટ્રથી વધુ સારી રીતે કોણ જાણશે? છત્રપતિ શિવાજી મહારાજ... તેમણે સમુદ્રી વ્યાપારને સમુદ્રી શક્તિને એક નવી ઊંચાઈ આપી હતી. તેમણે નવી નીતિઓ બનાવી, દેશની પ્રગતિ માટે નિર્ણયો લીધા હતા."

આ પણ વાંચોઃ

વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget