શોધખોળ કરો

મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, ચુરાચાંદપુરમાં ભારે વરસાદ વચ્ચે પીડિતોને મળ્યા

PM Modi Manipur Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરના ચુરાચાંદપુરમાં હિંસાના પીડિતોને મળ્યા. કોંગ્રેસે આ મુલાકાતને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું અને તેને તમાશા ગણાવી.

PM Modi Manipur Visit: બે વર્ષ પહેલાં મણિપુરમાં થયેલી હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુરાચાંદપુરમાં વિસ્થાપિત લોકોને મળ્યા હતા. ચુરાચાંદપુર એ વિસ્તાર છે જ્યાં 2023 માં થયેલી હિંસામાં સૌથી વધુ અસર થઈ હતી અને 260 લોકો માર્યા ગયા હતા. ભારે વરસાદ છતાં, પીએમ મોદીએ ઇમ્ફાલ એરપોર્ટથી 65 કિમી દૂર પીસ ગ્રાઉન્ડ ખાતે રાહત શિબિરોમાં હાજર વૃદ્ધો અને બાળકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા પણ તેમની સાથે હાજર હતા.

હિંસાના કારણો અને માંગણીઓ

ચુરાચાંદપુરમાં મુખ્યત્વે કુકી-જો સમુદાય વસે છે. મેઇતેઈ લોકોના અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગ સામે એક આદિવાસી જૂથે રેલી કાઢી ત્યારે હિંસા શરૂ થઈ હતી. કુકી-જો જૂથે પહાડી જિલ્લાઓ માટે અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગણી કરી છે, જ્યારે ઇમ્ફાલ ખીણમાં મેઇતેઈ લોકો બહુમતી ધરાવે છે.

વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ ચુરાચાંદપુરમાં 14 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેનો કુલ ખર્ચ રૂ. 7,300 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં ડ્રેનેજ સિસ્ટમ, મહિલા છાત્રાલયો, શાળાઓ અને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

હિંસાની અસર અને વર્તમાન પરિસ્થિતિ

3 મે, 2023 ના રોજ, મણિપુરમાં મેઇતેઈ અને કુકી-ઝો સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. આ હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા હતા અને 60000 થી વધુ લોકોને તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપવું પડ્યું અને 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.

પીએમ મોદીનો આગામી પ્રવાસ - ઇમ્ફાલ

વડાપ્રધાન મોદીનો આગામી પ્રવાસ ઇમ્ફાલનો છે, જ્યાં તેઓ હિંસાથી વિસ્થાપિત લોકોને મળશે. ઇમ્ફાલમાં હજારો કુકી લોકો રાહત શિબિરોમાં રહે છે. આ ઉપરાંત, વડા પ્રધાન 1,200 કરોડ રૂપિયાના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને કાંગલા કિલ્લા ખાતે એક સભાને સંબોધિત કરશે. મણિપુરના મુખ્ય સચિવ પુનિત ગોયલે કહ્યું, 'મણિપુર માત્ર એક સરહદી રાજ્ય નથી પરંતુ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે અને ભારતની વિવિધતાનું ગૌરવશાળી રક્ષક છે.’

કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલો

વડાપ્રધાનની મુલાકાતની આકરી ટીકા પણ થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર લાંબા સમયથી સળગી રહ્યું છે અને હવે પીએમ મોદીની મુલાકાત કોઈ મોટી વાત નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેને રાજ્યના લોકોનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે આ મુલાકાત શાંતિ અને સૌહાર્દ માટે નથી પણ તમાશા માટે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
Embed widget