Jammu kashmir : પીએમ મોદીએ કાશ્મીરને 20,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી, જમ્મુ-કાશ્મીરને ગણાવ્યું ફ્યુચર વિઝન
PM Modi Jammu Kashmir Visit: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર અહીં પહોંચ્યા છે.
Jammu kashmir : જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર અહીંની મુલાકાતે છે. રવિવારે પીએમ અહીં લગભગ 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન પણ સામેલ છે, જે હંમેશા આ કેન્દ્રશાસિત પ્રદેશના બે પ્રદેશોને જોડશે. પીએમે આ પ્રવાસ એક ખાસ અવસર પર પસંદ કર્યો છે. આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે. આ ખાસ અવસર પર તેઓ સાંબા જિલ્લાની પલ્લી પંચાયતમાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે અને અહીંથી તેઓ દેશભરની ગ્રામસભાઓને સંબોધિત કરશે.
ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે જમ્મુ કાશ્મીર : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીર દરેક ક્ષેત્રમાં દેશમાં એક નવું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે. અહીં વિકાસના નવા આયામો સર્જાયા છે. આજે કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલ દરેક પૈસો અહીં પ્રામાણિકપણે રોકાણ કરવામાં આવે છે. હવે અહીં રોકાણકારો પણ આવી રહ્યા છે.એમ મોદીએ કહ્યું, હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે. અગાઉની સરકારોમાં આવું નહોતું. પહેલા સરકારી ફાઇલ દિલ્હીથી ચાલતી હતી, પછી તેને જમ્મુ-કાશ્મીર પહોંચવામાં 2-3 અઠવાડિયા લાગતા હતા. હવે ત્રણ અઠવાડિયામાં આટલો મોટો સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો.
બનિહાલ-કાઝીગુંડ ટનલનું કામ ઝડપથી પૂર્ણ થયું
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારના પ્રયાસોને કારણે આજે બનિહાલ-કાઝીગુંડ ટનલનું કામ ઝડપથી પૂર્ણ થયું છે અને શ્રીનગરનું અંતર 2 કલાક ઓછું થયું છે. હવે આ બંને વર્ષના 12 મહિના માટે એકબીજા સાથે જોડાયેલા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં કન્યાકુમારીથી વૈષ્ણોદવી સુધીના રોડનું નિર્માણ કાર્ય શરૂ થશે. અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થશે.
દરેક જિલ્લામાં અમૃત સરોવર બનાવો
પીએમએ લોકોને કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક જિલ્લામાં 75 સરોવર બનાવવાના છે. અમૃત સરોવર પર બધાએ સાથે મળીને કામ કરવું પડશે. દરેક જિલ્લામાં 75 તળાવો બનાવવા પડશે. અમૃત સરોવરનું નામ શહીદોના નામ પર રાખો.