શોધખોળ કરો
Advertisement
PM મોદીએ 800 કિલો વજનની ભગવદ ગીતાનું કર્યું અનાવરણ, કહ્યું- ગીતામાં દરેક પ્રશ્નના જવાબ સમાયેલા છે
નવી દિલ્હીઃ પીએમ મોદી દિલ્હીમાં ઇસ્કોન ખાતે વિશ્વની સૌથી મોટી ભગવદ ગીતાનું વિમોચન કરવા જતાં હતા ત્યારે તેમણે ખાન માર્કેટથી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. મોદી દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કરતાં જ લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. મેટ્રોમાં મુસાફરી દરમિયાન નાના ભૂલકાઓ સાથે મોદીએ વાત પણ કરી હતી. મોદીએ અનાવરણ કરેલા શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથનું વજન 800 કિગ્રા છે.
વાંચોઃ 800 કિલોની ભગવદ ગીતાના વિમોચનમાં જતાં પહેલા મોદીએ કરી મેટ્રોમાં મુસાફરી, લોકોએ સેલ્ફી લેવા કરી પડાપડી
ઇસ્કોનની ગીતા આરાધના ઇવેન્ટમાં બોલતાં પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે મને દિવ્ય ગ્રંથ ગીતાના ભવ્ય રૂપને રાષ્ટ્રને સમર્પિત કરવાનો મોકો મળ્યો છે. આ અવસર મારા માટે ખાસ છે, કારણકે બે દાયકા પહેલા અટલજીએ આ મંદિર પરિસરનો શિલાન્યાસ કર્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા ભારતની વિશ્વને સૌથી મોટી ભેટ છે. ગીતા ધર્મગ્રંથ છે તો જીવન ગ્રંથ પણ છે. આ ગ્રંથ વિશ્વના નેતાઓથી લઇ સામાન્ય માનવી સુધી તમામને લોકહિતમાં કર્મ કરવાનો માર્ગ બતાવે છે.
જો તમે વિદ્યાર્થી હો કે કોઈ દેશના વડા હો અથવા મોક્ષની કામના રાખતા યોગી હો, તમારા દરેક પ્રશ્નના જવાબ ગીતામાં મળી જશે. ગીતા હજારો વર્ષોથી પ્રાસંગિક અને સમગ્ર વિશ્વની ધરોહર છે. તેમાં દરેક પ્રશ્નના જવાબ સમાયેલા છે. માનવતાના દુશ્મનોથી ધરતીને બચાવવા માટે પ્રભુ શક્તિ અમારી સાથે હંમેશા રહે છે. આ સંદેશ અમે પૂરી પ્રામાણિકતા સાથે દુષ્ટ આત્માઓ, અસુરોને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
Prime Minister Narendra Modi at Delhi's ISKCON temple: Manavta ke dushmano se dharti ko bachane ke liye prabhu ki shakti humare saath hamesha rehti hai. Yahi sandesh hum poori pramaanikta ke saath dusht aatmayon, asuro ko dene ka prayaas kar rahe hain. pic.twitter.com/wNzyZPi6Cc
— ANI (@ANI) February 26, 2019
પુલવામાનો બદલોઃ જુઓ ભારતીય વાયુ સેનાના મિરાજ વિમાનોએ કેવી રીતે આતંકી ઠેકાણા ફૂંકી માર્યા? Exclusive વીડિયો પુલવામાનો બદલોઃ જાણો ભારતીય વાયુસેનાએ કેવી રીતે અને ક્યારે કરી કાર્યવાહી? જુઓ વીડિયો#WATCH Delhi: Prime Minister Narendra Modi at ISKCON temple says, "Today is a very important day..." pic.twitter.com/zeyMmpjiiU
— ANI (@ANI) February 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement