શોધખોળ કરો

Pm Modi China : પીએમ મોદીએ 'ડ્રેગન'ને આકરો સંદેશ આપતા કહ્યું - 'હમ રૂકને વાલે નહીં હૈ...'

અમે સરહદી ગામડાઓ જે વેરાન હતા તેને જીવંત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકારે આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કર્યા છે. અમે અટકીશું નહીં.

Pm Modi Infrastructure Plan China Border : ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના રાજ્યોની મુલાકાત લઈ ચીનને આકરો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે સરહદ પર નવા રસ્તા, નવા પુલ, નવી રેલ લાઇન અને એરસ્ટ્રીપ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જે યથાવત રહેશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, જે સરહદી ગામડાઓ ખાલી થઈ ગયા હતાં ત્યા લોકોને ફરી વસાવવામાં આવશે અને તેને ફરી જીવંત બનાવવામાં આવશે. 

તવાંગમાં ચીન સાથેની અથડામણ બાદ આજે મેઘાલયની રાજધાની શિલોંગ પહોંચેલા પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કે, ઉત્તર પૂર્વ બોર્ડર એરિયા સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. અમે સરહદી ગામડાઓ જે વેરાન હતા તેને જીવંત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકારે તેના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કર્યા છે. અમે અટકીશું નહીં. ભારતના આ પગલાથી ચીન નારાજ છે કે તે સરહદ પર રસ્તાઓનું નેટવર્ક બિછાવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે માત્ર ચીનમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં પણ પૂરપાટ ઝડપે રસ્તાઓ બનાવ્યા છે. સરકારનો સંપૂર્ણ ભાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે.

પીએમ મોદીનો ચીનને આકરો સંદેશ

ફિફા વર્લ્ડ કપ ફાઈનલ પહેલા મોદીએ કહ્યું હતું કે, એનડીએ સરકારે પૂર્વોત્તરના વિકાસના માર્ગમાં આવતા અનેક અવરોધોને 'રેડ કાર્ડ' બતાવ્યા છે. 8 રાજ્યોને 'અષ્ટ લક્ષ્મી' ગણાવતા તેમણે કહ્યું હતું કે, સરકારે પૂર્વોત્તરના વિકાસ માટે આઠ પાયાના સ્તંભો પર કામ કરવું જોઈએ. આ આઠ છે શાંતિ, ઊર્જા, પ્રવાસન, 5G કનેક્ટિવિટી, સંસ્કૃતિ, કુદરતી ખેતી, રમતગમત અને પરવડે તેવી ક્ષમતા. ઉત્તરપૂર્વ એ દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે અને સમગ્ર પ્રદેશ માટે વિકાસનું કેન્દ્ર બની શકે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, અનેક શાંતિ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા, આંતર-રાજ્ય સીમા કરાર કરવામાં આવ્યા અને ઉગ્રવાદની ઘટનાઓમાં ઘટાડો થયો. છેલ્લાં આઠ વર્ષોમાં આ પ્રદેશમાં એરપોર્ટની સંખ્યા 9થી વધીને 16 થઈ ગઈ છે અને ફ્લાઈટ્સની સંખ્યા લગભગ 1,900 થઈ ગઈ છે, જે 2014 પહેલાં લગભગ 900 હતી. 2014 થી રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પૂર્વોત્તરને વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ હવે અમે આવા પ્રયાસોને અટકાવી રહ્યા છીએ.

ભારત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે

ચીને ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને વાંધો ઉઠાવ્યો છે, પરંતુ ભારતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અરુણાચલ ઉપરાંત પૂર્વી લદ્દાખમાં પણ ભારતીય બાજુથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સંપૂર્ણ ફોકસ છે. છેલ્લા 5 વર્ષમાં ચીનની સરહદે આવેલા વિસ્તારોમાં લગભગ 2100 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જેના માટે 15 હજાર 477 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગત સત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 3 હજાર 595 કિલોમીટર લાંબા રોડ પ્રોજેક્ટ પર 20 હજાર 767 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં ચીન ઉપરાંત પાકિસ્તાન અને અન્ય દેશોના સરહદી વિસ્તારો શામેલ છે. છેલ્લા 5 વર્ષમાં ચીન સાથેની સરહદે 2088 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. જ્યારે પાકિસ્તાન સાથેની સરહદ પર 1336 કિલોમીટરના રસ્તાના નિર્માણ માટે 4242 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદે પણ રોડ નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ચીન સરહદ માત્ર 200 મીટર જ દુર

ચીનના તમામ વિરોધને ઘોળીને પી જઈ ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર સતત ભાર આપી રહ્યું છે. 9મી ડિસેમ્બરે તવાંગમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી અથડામણનું આ પણ એક મોટું કારણ છે. ભારત દ્વારા સરહદ પર થઈ રહેલા બાંધકામને લઈને ચીન ગુસ્સે છે. જો કે તે પોતે પણ આવું કરતો આવ્યો છે, પરંતુ જ્યારે તેને ભારત તરફથી આ જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે ત્યારે તે પરેશાન છે. BRO ભારતીય સેનાની યાત્રાને સરળ બનાવવા માટે વ્યસ્ત છે. ચીન સાથે જ્યાં પણ ભારતની સરહદ છે, ત્યાં ભારત રસ્તાઓ બનાવી રહ્યું છે. આ વર્ષે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં BROના બે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે જુલાઈથી એક રોડ બનાવવાની શરૂઆત થઈ હતી, તેના કટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ રોડના અંતથી ચીનની સરહદ માત્ર 200 મીટર જ દુર છે. ચીન સરહદ બીજા રસ્તાના અંતથી 300 મીટર આગળ છે.

ભારતીય સેના ચીનને જવાબ આપવા તૈયાર 

અરુણાચલની સાથે સાથે લદ્દાખના સરહદી વિસ્તારોમાં છેલ્લા 2 વર્ષમાં ભારત તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. તમામ સિઝનમાં ઉપયોગ કરી શકાય તેવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. પૂર્વી લદ્દાખમાં જે ઝડપે કનેક્ટિવિટી વધી છે તેનાથી સેનાની હિલચાલનો સમય ઘટ્યો છે અને ઓપરેશનલ ક્ષમતામાં વધારો થયો છે. અગાઉ, સૈનિકોને હોટ સ્પ્રિંગ વિસ્તારમાં પહોંચવામાં લાંબો સમય લાગતો હતો, પરંતુ નવા બાંધકામ સાથે હવે એવું રહ્યું નથી. ચીનને ધ્યાનમાં રાખીને પૂર્વી લદ્દાખના આગળના વિસ્તારોમાં વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. પૂર્વી લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારમાં ભારતીય સેનાના 10,000 જવાનોના રહેવાની જોગવાઈ હતી, જે હવે વધારીને 22,000 કરવામાં આવી છે. આગામી સમયમાં તે વધારીને 35 હજાર કરવામાં આવશે. 18 હજારની ઉંચાઈ પર સંપૂર્ણપણે આધુનિક અને કોમ્પેક્ટ શેલ્ટર બનાવવામાં આવ્યા છે. 3D બંકરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે ટેન્કના નજીકના હુમલાને પણ ટકી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Embed widget