શોધખોળ કરો
Advertisement
PM મોદીનો કાર્યકર્તા સાથે સંવાદ, કહ્યું- આપણી રક્ષા કરનારા જવાનોને પણ આપો દિવાળીની શુભેચ્છાઓ
પીએમ મોદીએ કહ્યું, આજે જ્યારે આપણે પોતાના પરિવાર વચ્ચે દિવાળી ઉજવી રહ્યાં છે ત્યારે તે લાખો વીર પુત્ર-પુત્રીઓ અને તેમના પરિવારને પણ શુભેચ્છા પાઠવવી આપણું કર્તવ્ય બને છે.
નવી દિલ્હી: દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના કાર્યકર્તાઓ સાથે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં હાલ તહેવારોનો માહોલ છે. ઉત્સાહ, ઉમંગનો માહોલ છે. આપ સૌ દીવાળી અને છઠ પૂજા જેવા ઉત્સવોની તૈયારીમાં લાગેલા હશો. આ અવસર પર આપ તમામને મળવું મારા માટે પણ મહત્વનું બની જાય છે. આપ કાર્યકર્તાઓને મળીને મારો ઉત્સાહ વધી જાય છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, આજે જ્યારે આપણે પોતાના પરિવાર વચ્ચે દિવાળી ઉજવી રહ્યાં છે ત્યારે તે લાખો વીર પુત્ર-પુત્રીઓ અને તેમના પરિવારને પણ શુભેચ્છા પાઠવવી આપણું કર્તવ્ય બને છે. પોતાની ખુશી વચ્ચે આપણે તેમને પણ યાદ કરવા જોઈએ જે આપણા માટે જીવે છે, લડે છે.
પીએમ મોદીએ કહ્યું, પછી તે સેનાનો જવાન હોય કે, અર્ધસૈનિક દળ, પોલીસ જવાન, એનડીઆરએફના જવાન હોય કે નાના-નાના કર્મચારી હોય, આ બધાના યોગદાનથી આપણી ખુશીઓ ચાર ગણી થઈ જાય છે. તેમના કારણે જ આપણે તહેવાર ઉજવી શકીએ છીએ.आप भाजपा कार्यकर्ता विकास की अनेक परियोजनाओं को जिस तरह वाराणसी में जमीन पर उतारने में मदद कर रहे हैं, वो भी मेरे लिए बहुत संतोष और गर्व का विषय है: : पीएम श्री @narendramodi #DeepotsavKaryakartaSamvaad https://t.co/S345C3zw1G
— BJP (@BJP4India) October 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement