Italy Visit: G-7 સમિટમાં ભાગ લેવા આજે ઇટાલી જવા રવાના થશે PM મોદી, આ છે મુખ્ય એજન્ડા
PM Modi Italy Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ભારતની લોકસભા ચૂંટણી જીતીને અને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો છે

PM Modi Italy Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ભારતની લોકસભા ચૂંટણી જીતીને અને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદી 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર જવા માટે તૈયાર છે. જી-7 સમિટમાં ભાગ લેવા તેઓ આજે ઈટાલી જશે.
વિશ્વના નેતાઓ સાથે મુલાકાત કરવાની તક મળશે
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે શુક્રવારે યોજાનારી કોન્ફરન્સમાં ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ મુલાકાત ભારત અને ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પરની કોન્ફરન્સમાં વિશ્વના નેતાઓ સાથે જોડાવાની તક હશે.
આ સમિટમાં ભારતની 11મી અને પીએમ મોદીની સતત પાંચમી ભાગીદારી હશે. વડાપ્રધાન આઉટરીચ સેશનમાં હાજરી આપશે. સમિટથી અલગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી G7 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજે તેવી શક્યતા છે.
પીએમ મોદી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરશે. વિદેશ સચિવે કહ્યું કે ભારત સ્વિત્ઝરલેન્ડમાં યોજાનારી યુક્રેન પીસ સમિટમાં ભાગ લેશે. આ મહિને સ્વિત્ઝરલેન્ડમાં યોજાનાર કોન્ફરન્સમાં લગભગ 90 દેશો ભાગ લેશે. આ મુલાકાત પીએમ મોદીને ભારત અને ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમિટમાં ઉપસ્થિત અન્ય વિશ્વ નેતાઓ સાથે જોડાવવાની તક પૂરી પાડશે.
'વૈશ્વિક મંચ પર પીએમ મોદીની મહત્વની ભૂમિકા'
વડાપ્રધાનના આગમન પહેલા ઈટાલીમાં ભારતના રાજદૂત વાણી રાવે કહ્યું કે પીએમ મોદી વૈશ્વિક મંચ પર મહત્વની ભૂમિકા ભજવશે. ANI સાથે વાત કરતા રાજદૂત વાણી રાવે કહ્યું કે PM મોદી અહીં ભારતની G-20 અધ્યક્ષતા દરમિયાન કેટલાક મુખ્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક થશે
વડાપ્રધાન મોદી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. ઇટાલી આ વર્ષે G-7 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. ઇટાલીના મતે યુક્રેન પર રશિયાના આક્રમક યુદ્ધે વિશ્વમાં અસ્થિરતાને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે વિશ્વભરમાં અનેક કટોકટી પણ આવી છે. ઇટાલીના મતે G-7 વૈશ્વિક એજન્ડા તરીકે મધ્ય પૂર્વના સંઘર્ષ અને તેના પરિણામોને સંપૂર્ણ મહત્વ આપશે.
પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની મુલાકાત થઈ શકે છે
અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન અને વડાપ્રધાન મોદી ઈટાલીમાં યોજાનારી G-7 સમિટમાં મુલાકાત કરી શકે છે. જો કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું શિડ્યૂલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલવિને બુધવારે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડન અને ભારતીય વડાપ્રધાન મોદી G-7 સમિટમાં મુલાકાત કરી શકે છે. મોદીની હાજરીની ઔપચારિક પુષ્ટી કરવી તે ભારતીયો પર નિર્ભર છે. અમને આશા છે કે બંને નેતાઓને એકબીજાને મળવાની તક મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
