શોધખોળ કરો

જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી

પીએમ મોદીએ હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા દુનિયાને ઉર્જા સંકટ અને યુદ્ધોની ભયાનક અસરો વિશે ચેતવી, સાથે જ ભારતના ડિજિટલ અને સ્ટાર્ટઅપ સેક્ટરની ઐતિહાસિક સિદ્ધિઓના પણ કર્યા વખાણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વૈશ્વિક યુદ્ધો અને ઉર્જા સંકટ વિકાસ ધોઈ શકે છે.
  • ભારત મોબાઈલ ઉત્પાદનમાં બીજા ક્રમે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચર્ચામાં.
  • ભારતીય યુવાનો આકાશને સ્પર્શવા, નવીનતા અને ઝડપી પરિણામ ઇચ્છે.
  • સ્ટાર્ટઅપ, સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં ભારતે મોટી હરણફાળ ભરી છે.

PM Modi Netherlands visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સના હેગ શહેરમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અને ઉર્જા સંકટને લઈને એક મોટી ચેતવણી આપી છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો દુનિયામાં અત્યારે જે અસ્થિરતા ચાલી રહી છે તે જલ્દી દૂર નહીં થાય, તો છેલ્લા ઘણા દાયકાઓનો વિકાસ સાવ ધોવાઈ જશે અને દુનિયાની એક મોટી વસ્તી ફરીથી ગરીબીના ખપ્પરમાં હોમાઈ જશે. આ ગંભીર ચેતવણીની સાથે જ તેમણે વૈશ્વિક મંચ પર ભારતના વિકાસ, ડિજિટલ ક્રાંતિ, સેમિકન્ડક્ટર અને સ્ટાર્ટઅપ સેક્ટરની જબરદસ્ત સિદ્ધિઓનો ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો.

જો પરિસ્થિતિ નહીં સુધરે, તો બધું જ ખોવાઈ શકે છે

પીએમ મોદીએ પોતાની વાત મૂકતા જણાવ્યું કે, "આજે આખી માનવજાત બહુ મોટા પડકારોનો સામનો કરી રહી છે. પહેલા આપણે કોરોના મહામારી વેઠી, પછી એક પછી એક યુદ્ધો શરૂ થઈ ગયા અને હવે આપણે ભયંકર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છીએ. એવું લાગે છે કે આ દાયકો દુનિયા માટે આફતોનો દાયકો બની ગયો છે." તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે, તો અત્યાર સુધી દુનિયાએ જે પણ પ્રગતિ કરી છે તે બધી જ માટીમાં મળી જશે અને લોકો ફરી ગરીબીમાં ફસાઈ જશે.

મોબાઈલ આયાત કરતો દેશ આજે 'ઈનોવેશન પાવરહાઉસ' બન્યો

દુનિયાની આ કપરી સ્થિતિ વચ્ચે પીએમ મોદીએ પોતાના દેશની પ્રગતિના વખાણ કરતા કહ્યું કે, "છેલ્લા થોડા વર્ષોમાં ભારતે એટલું ઓપ્ટિકલ ફાઈબર પાથર્યું છે કે જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતા 11 ગણું વધારે છે! એક દાયકા પહેલા આપણે મોબાઈલ ફોન બીજા દેશોમાંથી મંગાવવા પડતા હતા, પણ આજે ભારત દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક બની ગયું છે." તેમણે ઉમેર્યું કે આજે ભારતની ઓળખ એક 'ઈનોવેશન પાવરહાઉસ' તરીકેની છે અને આપણા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.

ભારતના યુવાનો હવે આકાશને આંબવા માંગે છે

ભારતના યુવાનોની આકાંક્ષાઓ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, "આજનું ભારત મોટા સપના જુએ છે. દેશ હવે માત્ર બદલાવ નથી ઈચ્છતો, પણ સૌથી બેસ્ટ અને સૌથી ફાસ્ટ રિઝલ્ટ ઈચ્છે છે. ભારતના યુવાનો આજે આકાશને સ્પર્શવા માંગે છે." તેમણે યાદ અપાવ્યું કે ભારતે તાજેતરમાં જ દુનિયાની સૌથી મોટી અને સફળ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સમિટનું આયોજન કર્યું હતું અને તે પહેલા G-20 સમિટ પણ શાનદાર રીતે યોજી હતી.

આ પણ વાંચોઃ શું તમે જાણો છો ભારત કયા દેશોને લોન આપે છે? આ રહ્યો સૌથી વધુ દેવું ધરાવતા દેશોનો રિપોર્ટ

સ્ટાર્ટઅપ અને સેમિકન્ડક્ટરમાં ભારતની હરણફાળ

સ્ટાર્ટઅપ સેક્ટરના ચોંકાવનારા આંકડા આપતા વડાપ્રધાને કહ્યું કે:

12 વર્ષ પહેલા દેશમાં 500 થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ હતા, જ્યારે આજે આ આંકડો 200,000 ને પાર કરી ગયો છે.

વર્ષ 2014 માં આપણી પાસે માત્ર 4 યુનિકોર્ન હતા, જે આજે વધીને લગભગ 125 થઈ ગયા છે.

માત્ર 2025 ના વર્ષમાં જ બીજા 44,000 નવા સ્ટાર્ટઅપ્સ રજીસ્ટર થશે.

આજે આપણા યુવાનો AI, ડિફેન્સ અને સ્પેસ સેક્ટરમાં કમાલનું કામ કરી રહ્યા છે. સંશોધન ક્ષેત્રે પણ દેશે મોટી પ્રગતિ કરી છે અને ગયા વર્ષે જ ભારતમાં 10 લાખથી વધુ પેટન્ટ ફાઈલ થયા હતા.

સેમિકન્ડક્ટર (ચિપ મેકિંગ) વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, હાલમાં ભારતમાં 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે, જેમાંથી 2 પ્લાન્ટમાં તો ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. હવે ચિપ્સ પણ ભારતમાં જ ડિઝાઈન થશે અને બનશે જે આત્મનિર્ભર ભારતનો એક મોટો પુરાવો છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....

Frequently Asked Questions

PM મોદીએ વૈશ્વિક સ્થિતિ અંગે શું ચેતવણી આપી છે?

PM મોદીએ કહ્યું કે જો દુનિયામાં ચાલી રહેલી અસ્થિરતા દૂર નહીં થાય, તો ઘણા દાયકાઓનો વિકાસ ધોવાઈ જશે અને મોટી વસ્તી ફરી ગરીબીમાં સપડાશે.

ભારતે ડિજિટલ ક્ષેત્રે શું સિદ્ધિઓ મેળવી છે?

ભારતે ઓપ્ટિકલ ફાઈબર પાથરવામાં મોટી પ્રગતિ કરી છે અને મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વનો બીજા નંબરનો દેશ બન્યો છે.

ભારતના યુવાનોની આકાંક્ષાઓ શું છે?

ભારતના યુવાનો મોટા સપના જુએ છે અને માત્ર બદલાવ નહીં, પણ શ્રેષ્ઠ અને ઝડપી પરિણામો ઈચ્છે છે. તેઓ આકાશને સ્પર્શવા માંગે છે.

સ્ટાર્ટઅપ અને સેમિકન્ડક્ટરમાં ભારતે કેટલી પ્રગતિ કરી છે?

દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 200,000 ને પાર કરી ગઈ છે અને યુનિકોર્નની સંખ્યા 125 સુધી પહોંચી છે. ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે અને ચિપ્સનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
Embed widget