PM Modi Cabinet: ફિલ્મ બાદ રાજનીતિના હીરો, મોદી કેબિનેટમાં ચિરાગ પાસવાનનું રાજતિલક
બિહાર LJPRના વડા અને જાણીતા રાજકારણી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને મોદી 3.0ની કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
PM Modi Cabinet: બિહાર LJPRના વડા અને જાણીતા રાજકારણી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને મોદી 3.0ની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ચિરાગ પાસવાને દેશના બંધારણ મુજબ મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. આ વખતે તેમની પાર્ટીએ ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું. બિહારમાં NDAએ LJPRને 5 સીટો આપી હતી. ચિરાગની પાર્ટીએ પાંચેય બેઠકો જીતી હતી. પરિણામ આવ્યા બાદ ચિરાગે ભાજપને બિનશરતી સમર્થન જાહેર કર્યું હતું.
#WATCH | LJP (Ram Vilas) chief Chirag Paswan sworn-in as Union Minister in the Prime Minister Narendra Modi-led NDA government pic.twitter.com/WbnraEpSKj
— ANI (@ANI) June 9, 2024
દેશભરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દેશભરમાં ખુશીનો માહોલ છે. જીતની આ યાદીમાં કેટલાક ફિલ્મ સ્ટાર્સના નામ ટોપ પર છે, જેમાં ચિરાગ પાસવાનનું નામ પણ સામેલ છે. ચિરાગ પાસવાને લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવી હતી. તેઓ બિહારની હાજીપુર સીટ પરથી 1.70 લાખ વોટથી જીત્યા છે, પરંતુ શું તમે જાણો છો કે ચિરાગ રાજનીતિ પહેલા બોલિવૂડના જાણીતા અભિનેતા પણ હતા.
ચિરાગ પાસવાનનો જન્મ 31 ઓક્ટોબર 1982ના રોજ દિલ્હીમાં થયો હતો. તેણે પોતાનું સમગ્ર શિક્ષણ દિલ્હીમાં જ પૂરું કર્યું છે. એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવનાર ચિરાગ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માગતા હતા. જ્યાં તેમને સફળતા મળી ન હતી. જે બાદ તેણે પિતાની સાથે રાજકારણમાં પણ નસીબ અજમાવ્યું.
પોતાની પહેલી ફિલ્મ ફ્લોપ થયા બાદ ચિરાગે રાજકારણમાં નસીબ અજમાવ્યું. તેમણે 2014માં લોક જનશક્તિ પાર્ટી તરફથી જમુઈ બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમણે સુધાંશુ શેખર ભાસ્કરને 85000થી વધુ મતોથી હરાવ્યા હતા. 2019માં પણ તેણે પોતાની સીટ જાળવી રાખી હતી.
2020 રામવિલાસ પાસવાનનું નિધન થયું હતું. જે બાદ સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને તેના કાકા સાથે મતભેદ ચાલી રહ્યા છે. હકીકતમાં, 14 જૂન, 2021 ના રોજ, પશુપતિ કુમાર પારસે પોતાને ચિરાગ પાસવાનના સ્થાને લોકસભાના નેતા તરીકે જાહેર કર્યા હતા. જે બાદ ચિરાગે તેના કાકા સહિત 5 બળવાખોર સાંસદોને પક્ષ વિરોધી ગતિવિધિઓ માટે પાર્ટીમાંથી બહાર કર્યા હતા.
રાજકારણમાં સફળ રહેલા ચિરાગે બોલિવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. ચિરાગે 2011માં બોલિવૂડ ક્વીન કંગના રનૌત સાથે ડેબ્યૂ કર્યું હતું. બંનેએ ફિલ્મ 'મિલે ના મિલે હમ'માં સાથે કામ કર્યું હતું. તનવીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બંને મુખ્ય ભૂમિકામાં હતા. જો કે આ ફિલ્મ દર્શકોને બહુ પસંદ આવી નથી. આ ફિલ્મમાં કંગના અને ચિરાગ ઉપરાંત પૂનમ ધિલ્લોન, સાગરિકા ઘાટગે, કબીર બેદી, નીરુ બાજવા, દલીપ તાહિલ, સુરેશ મેનન, કુણાલ કુમારે પણ અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી.