શોધખોળ કરો
Advertisement
નીતિ આયોગની બેઠકમાં બોલ્યા પીએમ મોદી- ગરીબોના જીવનસ્તરમાં બદલાવ નજરે પડ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નીતિ આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નીતિ આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બેઠકમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, ગરીબોના જીવનસ્તરમાં બદલાવ નજરે પડ્યો છે.
પીએમ મોદીએ કહ્યું, કોરોનાકાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કર્યું ત્યારે દેશ સફળ રહ્યો. વિશ્વમાં ભારતની સારી છબી પણ બની,ગરીબોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું. દેશની આ વિકાસયાત્રામાં ખાનગી ક્ષેત્ર વધુ ઉત્સાહ સાથે કેવી રીતે આગળ આવી રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ.
આજે જ્યારે દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે ત્યારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. હું રાજ્યોને વિનંતી કરીશ કે આઝાદીના 75 વર્ષ સુધી સમાજના તમામ લોકોને પોતપોતાના રાજ્યોમાં જોડીને સમિતિઓની રચના કરવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement