શોધખોળ કરો

PM Modi Oath Ceremony: જુઓ પીએમ મોદી બાદ ક્યા નેતાએ લીધા શપથ, અટલ સરકારમાં પણ રહી ચૂક્યા છે મંત્રી

Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદીએ 9 જૂને સાંજે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

Narendra Modi Oath Ceremony: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. ત્યાર બાદ રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનૌથી નવા ચૂંટાયેલા સાંસદ છે.  નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રહેલા રાજનાથ સિંહે આજે મોદી સરકારની ત્રીજી ટર્મમાં પણ શપથ લીધા છે.  ભાજપે તેમને સતત ત્રીજી વખત લખનઉથી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. એફિડેવિટ મુજબ રાજનાથ સિંહ પાસે 5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

બેન્ક ખાતામાં કરોડો રૂપિયા

લખનઉ કલેક્ટર કચેરીમાં તેમના ઉમેદવારી પત્ર દરમિયાન આપેલા સોગંદનામામાં 72 વર્ષીય રાજનાથ સિંહે જણાવ્યું છે કે તેમની પાસે અને તેમના પરિવારના સભ્યો પાસે શું છે. આ મુજબ રાજનાથ સિંહના એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રાજનાથ સિંહની કુલ સંપત્તિ કરોડોમાં છે. ચૂંટણી એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સંરક્ષણ પ્રધાન પાસે 75,000 રૂપિયાની રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 45,000 રૂપિયાની રોકડ છે. બેન્ક ડિપોઝીટની વાત કરીએ તો લખનઉ અને દિલ્હીમાં રાજનાથ સિંહના અલગ-અલગ બેન્ક ખાતાઓમાં કુલ 3,11,32,962 રૂપિયા જમા છે. તેમની પત્નીના બેન્ક ખાતામાં 90,71,074 રૂપિયા જમા છે.

લાખની કિંમતની જ્વેલરી

ચૂંટણી એફિડેવિટ મુજબ, રાજનાથ સિંહે કોઈ પણ શેર કે બોન્ડમાં પૈસા રોક્યા નથી અને ન તો કોઈ બચત યોજનામાં રોકાણ કર્યું છે. જોકે, તેમની પત્નીએ પોસ્ટ ઓફિસના ખાતામાં રૂ. 6.51 લાખનું રોકાણ કર્યું છે. રાજનાથ સિંહ પાસે 60 ગ્રામ સોનું છે, જેની કિંમત 4.20 લાખ રૂપિયા કહેવાય છે, જ્યારે તેમની પાસે 4 લાખ રૂપિયાની કિંમતના અનેક કિંમતી રત્નો પણ છે.

રાજનાથ સિંહની પત્નીની વાત કરીએ તો તેમની પાસે 750 ગ્રામ સોનાના દાગીના છે, જેની કિંમત 52,50,000 રૂપિયા છે, જ્યારે તેમની પાસે 12.5 કિલો ચાંદી પણ છે, જેની કિંમત 9,37,500 રૂપિયા છે.

32 બોરની રિવોલ્વર અને બે બેરલ ગન

રાજનાથ સિંહની સંપત્તિમાં હથિયારોનો પણ સમાવેશ થાય છે. એફિડેવિટ મુજબ તેની પાસે 32 બોરની રિવોલ્વર છે અને તેની કિંમત 10,000 રૂપિયા હોવાનું કહેવાય છે, જ્યારે ડબલ બેરલ ગન પણ તેના નામે નોંધાયેલી છે અને તેની કિંમત પણ 10,000 રૂપિયા છે. સ્થાવર મિલકતની વાત કરીએ તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નામે 1.47 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે, જ્યારે લખનઉમાં એક ઘર તેમના નામે છે જેની કિંમત 1.87 લાખ રૂપિયાથી વધુ છે. ખાસ વાત એ છે કે કરોડોની સંપત્તિ હોવા છતાં રાજનાથ સિંહના નામે એક પણ કાર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Embed widget