PM Modi on Bypoll Results: યુપી અને ત્રિપુરામાં મળેલી જીત અંગે PM મોદીએ આપ્યું રિએક્શન
દેશમાં યોજાયેલી 3 લોકસભા અને 7 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે.
PM Modi Statement on Bypoll Results: દેશમાં યોજાયેલી 3 લોકસભા અને 7 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. યુપીના રામપુર લોકસભા સીટ પરથી ભાજપે જીત મેળવી છે, જ્યારે આઝમગઢમાં પણ ભાજપને જીત મળી છે. રામપુરમાં ભાજપના ઘનશ્યામ લોધીએ સપાના ઉમેદવાર અસીમ રાજાને 42,000થી વધુ મતોથી હરાવ્યા હતા. રામપુર બેઠક આઝમખાનના રાજીનામાથી અને આઝમગઢ બેઠક અખિલેશના રાજીનામાથી ખાલી પડી હતી. બંને બેઠકો અગાઉ સપા પાસે હતી. આ બંને બેઠકો ભાજપે છીનવી લીધી છે.
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ટ્વીટઃ
આઝમગઢ અને રામપુરમાં ભાજપની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું આ જીતને પ્રધાનમંત્રી મોદીએ (PM Narendra Modi) ઐતિહાસિક ગણાવી હતી. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, પેટા ચૂંટણીમાં આ જીત ઐતિહાસિક છે. આ કેન્દ્ર અને યુપીમાં ડબલ એન્જિન સરકાર માટે વ્યાપક સ્તરે સ્વિકૃતિ અને સમર્થનનો સંકેત આપે છે. સમર્થન માટે હું લોકોનો આભારી છું. હું અમારી પાર્ટીના કાર્યકર્તાઓના પ્રયત્નોની સરાહના કરું છું. આ સાથે પ્રધાનમંત્રીએ પેટા ચૂંટણીમાં મતદાન કરનાર તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
Prime Minister Narendra Modi expresses gratitude to all the voters from Andhra Pradesh, Jharkhand, Delhi, Punjab, Uttar Pradesh, and Tripura for electing BJP in the by-polls pic.twitter.com/WYwocbEENY
— ANI (@ANI) June 26, 2022
ત્રણ લોકસભા બેઠકોમાંથી યુપીની બે ભાજપે જીતી
રામપુરમાં ભાજપના ઘનશ્યામ લોધીએ સપાના ઉમેદવાર અસીમ રાજાને 42,000થી વધુ મતોથી હરાવ્યા હતા. રામપુર બેઠક આઝમખાનના રાજીનામાથી અને આઝમગઢ બેઠક અખિલેશના રાજીનામાથી ખાલી પડી હતી. બંને બેઠકો અગાઉ સપા પાસે હતી. આ બંને બેઠકો ભાજપે છીનવી લીધી છે.
પંજાબની સંગરુર બેઠક પર શિરોમણી અકાલી દળ-અમૃતસરના સિમરનજીત સિંહ માન માં 5,822 મતોથી જીત્યા. આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહ બીજા અને કોંગ્રેસના દલવીર ગોલ્ડી ત્રીજા ક્રમે આવ્યા હતા. અહીં અકાલી દળ અને ભાજપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે.
સાત વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 3 જીતી
સાતેય વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠકો માટે 23 જૂને મતદાન થયું હતું. જેમાં AAPએ દિલ્હીની રાજેન્દ્ર નગર સીટ પર જીત મેળવી છે. ત્રિપુરામાં ભાજપને 4માંથી 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આંધ્રપ્રદેશની આત્મકુર સીટ પર YSR કોંગ્રેસે જીત મેળવી છે. ઝારખંડમાં મંદાર સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે.
ત્રિપુરામાં 4માંથી 3 બેઠક ભાજપે જીતી
ત્રિપુરામાં, અગરતલા, બોરદોવલી ટાઉન અને સૂરમાના ભાજપના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જ્યારે જુબજાગરના સીપીઆઈ (એમ) ધારાસભ્યનું અવસાન થયું હતું. એમ કુલ 4 બેઠક ખાલી પડી હતી. આમાંથી 3 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.
સીએમ માણિક સાહાએ બોરદોલી ટાઉનથી કોંગ્રેસના આશિષ કુમાર સાહાને હરાવ્યા હતા. માણિક 6,104 મતોથી જીત્યા.
ભાજપના પૂર્વ ધારાસભ્ય સુદીપ રોય બર્મન કોંગ્રેસની ટિકિટ પર અગરતલા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.
જુબ્રજાગર બેઠક પરથી ભાજપના મલિના દેબનાથની જીત થઈ છે અને સૂરમા સીટ પરથી બીજેપીના સ્વપ્ન દાસનો વિજય થયો છે.