(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi On Fuel Price cut: પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડા અંગે પીએમ મોદીએ કહ્યું, “અમારા માટે જનતા સૌથી પહેલા”
PM Modi On Fuel Price cut: એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના આજના નિર્ણયથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 9.5 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 7 રૂપિયાનો ઘટાડો થશે.
DELHI : નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકાર માટે જનતા પ્રથમ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જાહેરાત કરી હતી કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે પેટ્રોલ 9.5 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થશે, જ્યારે ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થશે. તેમણે કહ્યું કે આ એક્સાઈઝ ડ્યુટીના દરે વસૂલવામાં આવતી અન્ય સ્થાનિક ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે થશે.
પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડી આપવાના નિર્ણય પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, "ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીયોને, ખાસ કરીને મહિલાઓને મદદ કરી છે. ઉજ્જવલા સબસિડી અંગેના આજના નિર્ણયથી પરિવારના બજેટમાં ઘણી સરળતા આવશે."
એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાના આજના નિર્ણયથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. ડ્યૂટી કટ અસરકારક થયા પછી, દિલ્હીમાં પેટ્રોલની કિંમત રવિવારથી 95.91 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે, જ્યારે તેની વર્તમાન કિંમત 105.41 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલ 89.67 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચવાનું શરૂ કરશે, જે હાલમાં 96.67 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે.
આ સાથે સરકારે ઘરોમાં રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરી હતી. આ સબસિડી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 ગેસ સિલિન્ડર પર આપવામાં આવશે. સબસિડી મળ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની અસરકારક કિંમત ઘટીને 803 રૂપિયા થઈ જશે. હાલમાં દિલ્હીમાં LPG સિલિન્ડર 1,003 રૂપિયામાં મળે છે.
આ નિર્ણય પછી પીએમ મોદીએ ટ્વીટ કર્યું, "અમારા માટે જનતા હંમેશા પ્રથમ હોય છે! આજના નિર્ણયો, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડા સાથે સંબંધિત, વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર કરશે, આપણા લોકોને રાહત આપશે અને 'ઇઝ ઓફ લિવિંગ' આગળ વધશે. "