શોધખોળ કરો
Advertisement
PM મોદી રશિયા પ્રવાસે જવા થયા રવાના, જાણો ભારતને શું થશે લાભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસનાં રશિયાનાં પ્રવાસે રવાના થઈ ગયા છે. મોદી-પુતિનની આ મુલાકાતનો પ્રમુખ મુદ્દો અસૉલ્ટ રાઇફલ અને હેલીકોપ્ટરનાં નિર્માણને લઇને રશિયા સાથે થનારી ડીલ છે. તેમને રાષ્ટ્રપતિ પુતિને વન ટુ વન ડિનર માટે પણ આમંત્રિત કર્યા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસનાં રશિયાનાં પ્રવાસે રવાના થઈ ગયા છે. રશિયામાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. મોદી-પુતિનની આ મુલાકાતનો પ્રમુખ મુદ્દો અસૉલ્ટ રાઇફલ અને હેલીકોપ્ટરનાં નિર્માણને લઇને રશિયા સાથે થનારી ડીલ છે. તેમને રાષ્ટ્રપતિ પુતિને વન ટુ વન ડિનર માટે પણ આમંત્રિત કર્યા છે.
એક રિપોર્ટ અનુસાર બંને પક્ષો વચ્ચે આ ડીલને લઇને ઘણા અંતરે સહમતિ થઇ ચુકી છે અને બંને નેતાઓની વચ્ચે થનારી વાતચીતમાં આ કરાર માટે ડિલિવરીની તારીખ નક્કી કરવામાં આવશે, ત્યારબાદ ભારતમાં ફાજલ પડેલા ભાગોનાં ઉત્પાદનનું કાર્ય શરૂ કરવાનાં કરાર પર સહી થવાની આશા છે.
આ ઉપરાંત ભારતીય વાયુસેના માટે ઇંડો-રશિયન હેલીકોપ્ટર લિમિટેડ (IRHL) તરફથી હળવા હેલીકોપ્ટર માટે આપવામાં આવનારો ઑર્ડર પણ ભારતનાં એજન્ડામાં છે. IRHLનું નિર્માણ 2015માં પ્રધાનમંત્રી મોદીનાં રશિયા પ્રવાસ દરમિયાન એક કરાર દ્વારા કરવામાં આવ્યું હતુ. 20 હજાર કરોડ રૂપિયાની આ ડીલ ભારતમાં એક પ્રોડક્શન ચેન અને ટેકનિકલ ટ્રાન્સફર માટે કરવામાં આવશે. આના દ્વારા ભારતીય સેના અને ભારતીય વાયુસેનાનાં લગભગ 200 હેલીકોપ્ટરોનાં નિર્માણનું લક્ષ્ય છે. જો કે ટેકનિકલ જાણકારીઓ અત્યારે હિંદુસ્તાન એયરોનૉટિક્સ લિમિટેડ (HAL)ની સાથે વહેંચવામાં આવી નથી જે આ ડીલનું મુખ્ય કૉન્ટ્રાક્ટર છે.Delhi: Prime Minister Narendra Modi leaves for 2-day visit to Russia. PM Modi will be addressing the 5th Eastern Economic Forum on 5th September as its chief guest. pic.twitter.com/HoZd6PnpbI
— ANI (@ANI) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement