Chhattisgarh Elections 2023: સનાતન ધર્મ અંગે બોલ્યા PM મોદી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
PM Modi Speech: છત્તીસગઢના રાયગઢમાં વિજય શંખનાદ રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સનાતન ધર્મને નષ્ટ કરવા અંગે ડીએમકે નેતા ઉધયનિધિની ટિપ્પણી પર પણ ઝાટકણી કાઢી હતી.
PM Modi Speech: છત્તીસગઢના રાયગઢમાં વિજય શંખનાદ રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સનાતન ધર્મને નષ્ટ કરવા અંગે ડીએમકે નેતા ઉધયનિધિની ટિપ્પણી પર પણ ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ ગુરુવારે (14 સપ્ટેમ્બર) કહ્યું કે, છત્તીસગઢની આ ભૂમિ ભગવાન શ્રી રામની માતૃ જન્મભૂમિ છે. અહીં માતા કૌશલ્યાનું ભવ્ય મંદિર છે.
#WATCH | Chhattisgarh: Congress gave a guarantee of empowering the poor of the country... If Congress had fulfilled its guarantee, to aaj Modi ko itni mehnat nahi karni padti...Modi had guaranteed that he would empower the poor of the country and today you are seeing the results.… pic.twitter.com/kALFDnujow
— ANI (@ANI) September 14, 2023
વિપક્ષ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે આજે હું તમને બધાને આપણી આસ્થા અને આપણા દેશ વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્રથી વાકેફ કરવા માંગુ છું. જે લોકોને તમે બધાએ છેલ્લા નવ વર્ષથી કેન્દ્રની બહાર રાખ્યા છે, જે લોકો સતત ચૂંટણી હારી રહ્યા છે, તેઓ હવે તમારા પ્રત્યે એટલી નફરતથી ભરાઈ ગયા છે કે તેઓએ તમારી ઓળખ અને તમારી સંસ્કૃતિ સામે મોરચો ખોલી દીધો છે.
PM મોદીનો વિપક્ષી ગઠબંધન પર પ્રહાર
વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ લોકોએ મળીને ઈડી ગઠબંધન બનાવ્યું છે. કેટલાક લોકો તેને ઘમંડીયા ગઠબંધન પણ કહે છે. હવે ઈટી ગઠબંધન એ નક્કી કર્યું છે કે તેઓ ભારતની શાશ્વત સંસ્કૃતિનો નાશ કરીને રહેશે, એટલે કે જે સંસ્કૃતિએ હજારો વર્ષોથી ભારતને એક કર્યું છે, આ લોકો સત્તાના લોભમાં તેને તોડવા માંગે છે. તેમણે કહ્યું કે સનાતન સંસ્કૃતિ એવી છે જેમાં ભગવાન રામ શબરીને પોતાની માતા કહે છે અને તેના એઠાં બોર ખાવાનો આનંદ લે છે. સનાતન સંસ્કૃતિ એ છે જેમાં શ્રી રામ નાવડી ચલાવનારને ભેટે છે અને આશીર્વાદ આપે છે, અને વાંદરાઓની સેના તેમના માટે લડે છે. સનાતન સંસ્કૃતિ એવી છે જે વ્યક્તિના કુટુંબમાં જન્મને નહીં પરંતુ તેના કાર્યોને પ્રાથમિકતા આપે છે.
13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
પીએમએ કહ્યું કે મેં તમને ખાતરી આપી હતી કે હું દેશના ગરીબોને સશક્ત બનાવીશ. માત્ર 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે ભાજપ સરકારે ગરીબોના હિતમાં યોજનાઓ બનાવી હતી. ભાજપે ગરીબોને ગરીબી સામે લડવાના સાધનો આપ્યા.