શોધખોળ કરો

PM Modi Speech Highlights: પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્વની વાતો

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોરોના વેકસીનને લઈ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે દેશને સંબોધિત કરતા કહ્યું કે 21 જૂન, સોમવારથી દેશમાં દરેક રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમના તમામ નાગરિકોને માટે, ભારત સરકાર રાજ્યોને મફત વેક્સીન આપશે. 

1. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું દેશમાં ઘટતા કોરોના સંક્રમણ વચ્ચે, કેંદ્ર સરકાર સામે અલગ-અલગ સૂચનો પણ આવવા લાગ્યા, અલગ-અલગ માંગો થવા લાગી. પૂછવામાં આવ્યું, બધુ ભારત સરકાર કેમ નક્કી કરી રહી છે ? રાજ્ય સરકારેને છૂટ કેમ નથી આપવામાં આવી રહી ? રાજ્ય સરકારોને લોકડાઉનની છૂટ કેમ નથી મળી રહી ? One Size Does Not Fit All જેવી વાતો પણ કરવામાં આવી.

2. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે 16 જાનયુઆરીથી શરુ થઈ એપ્રિલ મહીનાના અંત સુધી ભારતનો વેક્સીનેશન કાર્યક્રમ મુખ્ય રીતે કેંદ્ર સરકા3રની દેખરેખમાં ચાલ્યો. તમામને મફત રસી લગાવવાના માર્ગ પર દેશ આગળ ચાલી રહ્યો હતો. દેશના નાગરિકો પણ અનુશાસનનું પાલન કરતા, પોતાનો વારો આવવા પર વેક્સીન લઈ રહ્યા છે.  તેની વચ્ચે ઘણી રાજ્ય સરકારોએ કહ્યું કે વેક્સીનું કામ ડી-સેન્ટ્રલાઈઝ કરવામાં આવે અને રાજ્ય ઉપર છોડી દેવામાં આવે. ઘણા પ્રકારનો સવાલો ઉભા થયા. જેમ કે વેક્સીનેશન માટે  Age Group કેમ બનાવવામાં આવ્યા ?  બીજી  તરફ કહ્યું કે ઉંમર નક્કી કરવાની છે તે કેંદ્ર સરકાર કેમ નક્કી કરે છે ? કેટલાક પ્રશ્નો તો એવા ઉઠ્યા કે મોટી ઉંમરના લોકોને પહેલા વેક્સીનેશન કેમ ? અલગ-અલગ રીતે દબાવ બનાવવામાં આવ્યા, દેશના મીડિયાના એક વર્ગે તેને કેમ્પેઈન તરીકે પણ ચલાવ્યું.  

3. પીએમ મોદીએ કહ્યું કે 21 જૂન, સોમવારથી દેશના દરેક રાજ્યોમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે, ભારત સરકાર રાજ્યોને મફત વેક્સીન આપશે.વેક્સીન નિર્માતાઓ પાસેથી કુલ વેક્સીન ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ભારત સરકાર પોતે ખરીદી રાજ્ય સરકારને મફત આપશે.  પીએમ મોદીએ કહ્યું કે આજે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો પાસે વેક્સીનેશન સાથે જોડાયેલુ જે 25 ટકા કામ હતુ, તેની જવાબદારી પણ ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા આવનારા 2 સપ્તાહમાં લાગૂ થશે. 

4. પીએમ મોદીએ કહ્યું કે દેશની કોઈપણ રાજ્ય સરકારે વેક્સીન પર કંઈપણ ખર્ચ નહી કરવો પડે.  અત્યાર સુધીમાં દેશમાં કરોડો લોકોને મફતમાં વેક્સીન મળી છે. હવે 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકો પણ તેમાં સામેલ થશે. તમામ દેશવાસીઓને ભારત સરકાર મફતમાં રસી ઉપલબ્ધ કરાવશે. 

5. પીએમ મોદીએ કહ્યું કે 'દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો ડાયરેક્ટ લઇ શકે એવી વ્યવસ્થા શરૂ રહેશે. તેમજ હવેથી પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનની નક્કી કરાયેલી કિંમત ઉપરાંત એક ડોઝ પર મહત્તમ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઇ શકશે. 

6. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો વેક્સીનને લઈ આશંકા પેદા કરી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે, તે ભાઈ-બહેનોના જીવન સાથે રમત રમી રહ્યા છે.   અફવાઓથી સતર્ક રહેવાની જરુર છે.

7. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજનાને હવે દિવાળી સુધી લંબાવવામાં આવશે. મહામારીના આ સમયમાં સરકાર ગરીબની દરેક જરુરીયાત સાથે,તેમના સાથી બની ઉભી છે. એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ લોકોને દર મહીને મફત અનાજ મળશે. 

8. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા 100 વર્ષમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. પીએમ મોદીએ કહ્યું કે  બીજી લહેર દરમિયાન એપ્રિલ અને મે મહીનામાં ભારતમાં મેડિકલ ઓક્સીજનની માંગ અકલ્પનીય રૂીતે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટી માત્રામાં મેડિકલ ઓક્સીજનની જરૂર ક્યારેય નથી પડી. આ જરુરીયાતને પૂરી કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું. સરકારના તમામ તંત્રો લાગ્યા.

9. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે  આજે સમગ્ર વિશ્વમાં વેક્સીનને લઈ જે માંગ છે, તેની તુલનામાં ઉત્પાદન કરનારા દેશ અને વેક્સીન બનાવતી કંપનીઓ ખૂબ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સીન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું થાત. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે તમે છેલ્લા 50-60 વર્ષની ઈતિહાસ જોઈ લો તો ખબર પડશે કે ભારતને વિદેશમાંથી વેક્સીન પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી જતા હતા. વિદેશોમાં વેક્સીનનું કામ પૂર્ણ થઈ જતુ હતુ ત્યારે પણ આપણા દેશમાં વેક્સીનનું કામ શરુ નહોતું થઈ શકતું.  

10. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશમાં 23 કરોડથી વધારે વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી દેશ સતત પ્રયાસ અને પરીશ્રમ કરી રહ્યો છે તેને લઈ આવનારા દિવસોમાં વેક્સીન સપ્લાઈ વધવાની છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Embed widget