શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વાવાઝોડાને લઈ PM મોદીએ કરી CM રૂપાણી અને ઉદ્ધવ ઠાકરે સાથે વાત, તમામ મદદની આપી ખાતરી
વાવાઝોડું ત્રાટકવાની આશંકાને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી.
નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સર્જાયેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાછે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નિસર્ગ વાવાઝોડું ગુજરાતમાં નહીં ત્રાટકે. દમણ- મહારાષ્ટ્રની વચ્ચે વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ત્રાટકવાની આશંકાને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી.
હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડું ઉત્તરી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પાર કરશે. વાવાઝોડાની દહેશતના પગલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
રાજ્યના ચાર બંદર પર 2 નબંરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઘોધા, જાફરાબાદ, પોરબંદર અને ઓખા બંદર પર ભારે પવન સાથે વરસાદની શક્યતાને કારણે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion