PM Modi USA Visit 2021: આવતીકાલે મોદી અમેરિકા જવા રવાના થશે, જાણો બાઈડેન સાથે ક્યારે થશે મુલાકાત
PM Modi USA Visit 2021: કોરોના સંકટના કારણે છ મહિના બાદ પીએમ મોદી વિદેશ યાત્રા કરશે. અમેરિકાના પ્રવાસમાં પીએમ મોદી પ્રથમ વખત રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળશે. પ
PM Modi USA Visit 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. કોરોના સંકટના કારણે છ મહિના બાદ પીએમ મોદી વિદેશ યાત્રા કરશે. અમેરિકાના પ્રવાસમાં પીએમ મોદી પ્રથમ વખત રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળશે. પીએમના આ પ્રવાસમાં ક્વાડ ગ્રુપની સાથે સાથે આતંકવાદ અને અફઘાનિસ્તાન પર પણ વાત થશે. ક્વાડ ગ્રૂપની બેઠકમાં ચીન, કોવિડ સંકટ અને ક્લાયમેંટ ચેંજ પર વાત થઈ શકે છે.
કેવો છે મોદીનો અમેરિકા પ્રવાસનો કાર્યક્રમ
પીએમ મોદી 23 સપ્ટેમ્બરે સવારે અમેરિકાના ટોચના સીઈઓ સાથે મુલાકાત કરશે. જેમાં એપલની સીઈઓ ટીમ કુક પણ સામેલ છે. આ દિવસે પીએમ અમેરિકાના રાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશ.. 23 સપ્ટેમ્બરે જ મોદી ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમ સાથે દ્વીપક્ષીય મીટિંગ કરશે. જે બાદ ક્વાડ દેશના નેતાઓ સાથે મીટિંગ કરશે.
બાઇડેન સાથે ક્યારે કરશે મુલાકાત
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરશે. બાઇડેને 20 જાન્યુઆરી 2021ના રોજ શપથ લીધા હતા. જે બાદ પ્રથમ વખતે બંને નેતાઓ રૂબરુ મળશે. આ પહેલા બંને નેતાઓ વચ્ચે ત્રણ વર્ચુઅલ મીટિંગ થઈ ચુકી છે.
મોદીની સાથે કોણ કોણ જશે
પ્રધાનમંત્રી મોદીના વિદેશ પ્રવાસ અંગે માહિતી આપતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ કહ્યું, પ્રધાનમંત્રી કાલે સવારે અમેરિકા જવા રવાના થશે અને 26 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. તેમની સાથે વિદેશ મંત્રી, એનએસએ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ જશે.
At their bilateral meeting on Sep 24, PM Modi and US Pres Biden will review India-US relations. They are expected to discuss how to bolster trade&investment ties, strengthen defence & security collaborations, boost clean energy partnership among others: Foreign Secy HV Shringla pic.twitter.com/Ad08bPZYih
— ANI (@ANI) September 21, 2021