આયુષ્યમાન ભારત ડિજિટલ અભિયાન આજથી થશે શરૂ, નાગરિકોને મળશે હેલ્થ આઇડી
આયુષ્યમાન ભારત ડિજિટલ અભિયાન 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં પાયલોટ પરિયોજનાના રૂપે લાગૂ છે. આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનની શરૂઆત કરાશે
નવી દિલ્લી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (એનડીએચએમ)ની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીએ 15ઓગસ્ટએ લાલ કિલલાના પ્રાચીરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન પાયલટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલ આ યોજનામાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ છે.
તેને લઇન પીએમઓએ કહ્યું કે,” એક ઐતિહાસિક પહેલ હેઠળ વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે સવાર 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી આ અવસરે પ્રાસંગિક પ્રવચન પણ આપશે, એનડીએચએમની રાષ્ટ્રવ્યાપી શરૂઆત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠની સાથે થઇ રહી છે. આ અવસરે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.
જન ઘન અધાર અને મોબાઇલ ટ્રિનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલના રૂપમાં તૈયાર મૂળભૂત સ્વરૂપના આધાર પર એનડીએચએમ સ્વાસ્થ્ય સંબંધી વ્યક્તિગત જાણકારીની સુરક્ષા, ગોપનીયતા અને નિજતાને સુનિશ્ચિત કરતા એક વિસ્તૃત શ્રૃંખલાની જોગવાઇના માધ્યમથી ડેટા, સૂચના અન જાણકારીનું એક સહજ ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કરશે.
આ તૈયાર થયેલા ફોર્મેટ સેવાઓની સાથે-સાથે અંતર પ્રચાલનીય અને માનક આધારિત ડિજિટલ પ્રણાલીનો વિધિવત લાભ ઉઠાવી શકાશે. આ અભિયાન અંતર્ગત નાગરિકની સહમતીથી સ્વાસ્થ્ય રેકોર્ડ સુધી પહોંચ અને આદાનપ્રદાનને સક્ષમ બનાવી શકાશે.
એનડીએચએમના પ્રમુખ ઘટકોમાં પ્રત્યેક નાગરિક માટે એક સ્વાસ્થ્ય આર્ઇડી સામેલ છે. જે તેમના સ્વાસ્થ્ય ખાતાના રૂપે કામ કરશે. જેના થકી વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડને મોબાઇલ એપ્લીકેશનની મદદથી જોડીને જોઇ શકાય છે.
જેના હેઠળ હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (એચપીઆર) અને હેલ્થકેર ફેસેલિટીઝ રજિસ્ટ્રી (એચએફઆર), આધુનિક અને પારંપારિક ચિકિત્સા પ્રાણાલી બંને મુંદ્દે બધી જ સ્વાસ્થ્ય સેવા આપનાર માટે સંગ્રહના રૂપે કામ કરશે. જે તબીબોની સાથે જ હોસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓ માટે વ્યવસાયમાં પણ સરળતાથી સુનિશ્ચિત કરશે.