શોધખોળ કરો
Advertisement
PM Modi Birthday: PM મોદીના 69માં જન્મદિવસ પર બનાવાયો 569 કિલોનો લાડુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. ત્યારે આ અવસર પર સુલભ ઇન્ટરનેશનલ દ્વારા 569 કિલોનો લાડુ તૈયાર કરાવ્યો હતો.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ લાડુ વહેંચી અને કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી. ત્યારે દિલ્હીમાં 569 કિલોનો લાડુ બનાવાયો હતો. આ લાડુ પર હેપ્પી બર્થડે મોદી લખવામાં આવ્યું છે. જેને બનાવતા 24 કલાકનો સમય લાગ્યો હતો.
આ 569 કિલોનો લાડુ સુલભ ઇન્ટરનેશનલ દ્વારા તૈયાર કરાવ્યો હતો. આ પહેલા 2015માં સુલભ શૌચાલયે 565 કિલોનો લાડુ તૈયાર કરાવ્યો હતો ત્યારે પીએમ મોદી 65 વર્ષના હતા પરતું હવે મોદી 69મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે ત્યારે આ અવસર પર ખાસ 569 કિલોનો લાડુ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોદીના જન્મદિવસને સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ હાજર હતા. ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે વિશ્વભરમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેમનો જન્મદિવસ આટલા મોટા પાયે ઉજવાયો હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement