Olympics 2036: 2036 ઓલિમ્પિકની યજમાનીને લઈને પીએમ મોદીએ કરી મોટી જાહેરાત
PM narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પુષ્ટિ કરી કે ભારત 2036 ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી કરશે. પીએમ મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં 141મી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સત્રના ઉદ્ઘાટન દરમિયાન આ જાહેરાત કરી હતી.
PM narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પુષ્ટિ કરી કે ભારત 2036 ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી કરશે. પીએમ મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં 141મી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સત્રના ઉદ્ઘાટન દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત ઓલિમ્પિકના આયોજનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. 2036 ઓલિમ્પિકના આયોજન માટે ભારત અમારા પ્રયાસોમાં કોઈ કસર છોડશે નહીં. આ 140 કરોડ ભારતીયોનું સપનું છે.
VIDEO | "India is leaving no stone unturned in its efforts to ensure that Olympics are organised in India in 2036," says PM Modi at the 141st International Olympic Committee (IOC) Session at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) in Mumbai. pic.twitter.com/rBUgZHDQoX
— Press Trust of India (@PTI_News) October 14, 2023
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત 2029માં યુથ ઓલિમ્પિકની યજમાની કરવા પણ આતુર છે. અમે 2029 યુથ ઓલિમ્પિક્સનું આયોજન કરવા આતુર છીએ. IOC પ્રમુખ થોમસ બાચની હાજરીમાં પીએમએ જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે ભારતને IOC તરફથી સતત સમર્થન મળશે. ભારત લગભગ 40 વર્ષના અંતરાલ પછી બીજી વખત IOC સત્રનું આયોજન કરી રહ્યું છે.
VIDEO | "From Indus Valley civilisation to the Vedic era, the legacy of sports has been prosperous in every time period of India," says PM Modi at the 141st International Olympic Committee (IOC) Session at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) in Mumbai. pic.twitter.com/eKU43uudW7
— Press Trust of India (@PTI_News) October 14, 2023
તો બીજી તરફ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના પ્રમુખ થોમસ બાચએ કહ્યું કે, ભારત ખરેખર અમારું IOC સત્ર યોજવા માટે એક પ્રેરણાદાયક સ્થળ છે. એક એવો દેશ કે જે એક ભવ્ય ઈતિહાસ અને ગતિશીલ વર્તમાનને ભવિષ્યમાં ઉગ્ર આત્મવિશ્વાસ સાથે જોડે છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે IOCનું 86મું સત્ર 1983માં નવી દિલ્હીમાં યોજાયું હતું.
આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય નીતા અંબાણીએ કહ્યું કે, આદરણીય વડા પ્રધાન, અમે ખૂબ જ ખુશ છીએ કે તમે આજે અમારી સાથે જોડાયા છો. તમે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા છો. તેઓ નવા ભારતના આર્કિટેક્ટ છે. રમતગમત માટેના તમારા સમર્થને ભારતમાં આ સિઝનને વાસ્તવિકતા બનાવી છે. આ ઐતિહાસિક IOC સત્રનું મુંબઈમાં અને 40 વર્ષ પછી ભારતમાં પ્રથમ વખત આયોજન કરવું અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે.