શોધખોળ કરો
Advertisement
પ્રધાનમંત્રી મોદી પોતાના સંબોધન દરમિયાન થયા ભાવુક, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ઘરે પરત ન ફર્યા.
પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે ભારતમાં કોરોના પહોંચ્યો ત્યારે દેશમાં કોરોના ટેસ્ટિંગની એક જ લેબ હતી. આપણે આપણા સામર્થ્ય પર વિશ્વાસ રાખ્યો અને આજે 2300 થી વધારે નેટવર્ક આપણી પાસે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કોરોના વેક્સીનને બે ડોઝ લગાવવા ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહિનાનું અંતર રાખવામાં આવશે. બીજો ડોઝ લગાવ્યાના બે સપ્તાહ બાદ શરૂરીમાં કોરોના સામેની જરૂરી શક્તિ વિકસીત થશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઈતિહાસમાં આટલા મોટા સ્તરનું રસીકરણ અભિયાન પહેલા ક્યારેય નથી ચલાવવામાં આવ્યું. પીએમએ કહ્યું કે દુનિયાના 100થી પણ વધારે એવા દેશ જેમની જનસંખ્યા 3 કરોડથી ઓછી છે. તેઓ ભારત રસીકરણના પોતાના પ્રથમ તબક્કામાં જ 3 કરોડ લોકોને વેક્સીન લગાવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું ઘણા મહિનાથી દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, યુવાન દરેકના મોઢે એક જ સવાલ હતો કે કોરોનાની વેક્સિન ક્યારે આવશે. હવે કોરોનાની વેક્સીન આવી ગઈ છે. વેક્સિન બનાવનાર દરેક વૈજ્ઞાનિક શુભેચ્છાને પાત્ર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion