કાશી વિશ્વનાથ ધામમાં ઉઘાડા પગે કામ કરતા હતા કર્મચારીઓ, પીએમ મોદીએ મોકલી આ ખાસ ભેટ
પીએમ મોદીએ ડિસેમ્બરમાં જ કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું અને હવે તેમણે અહીં કામ કરતા કર્મચારીઓ અને સર્વિસમેન માટે ખાસ ભેટ મોકલી છે.
Varanasi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી અને કાશી વિશ્વનાથ ધામ સાથે અલગ જ લગાવ છે. પીએમ હોવા દરમિયાન ભલે તે ગમે તેટલા વ્યસ્ત હોય પરંતુ હંમેશા અહીં જોડાયેલા લોકોનું ખાસ ધ્યાન રાખે છે. પીએમ મોદીએ ડિસેમ્બરમાં જ કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું અને હવે તેમણે અહીં કામ કરતા કર્મચારીઓ અને સર્વિસમેન માટે ખાસ ભેટ મોકલી છે.
પીએમ મોદીએ ખાસ ભેટ મોકલી
કાશી વિશ્વનાથ ધામની ઘણી ઓળખ છે. અહીં વિશ્વભરમાંથી ભક્તો ભગવાન ભોલેના દર્શન કરવા આવે છે. કાશી વિશ્વનાથ મંદિર સંકુલના મોટાભાગના કર્મચારીઓ ઉઘાડા પગે કામ કરે છે કારણ કે મંદિર પરિસરમાં ચામડા અથવા રબરના ચંપલ પહેરવાની મનાઈ છે. PM મોદી જ્યારે અહીં પહોંચ્યા ત્યારે પણ મંદિરના પૂજારીઓથી લઈને સેવા કરતા લોકો, સુરક્ષાકર્મીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને અન્ય ઘણા કર્મચારીઓ પરિસરની અંદર ખુલ્લા પગે જોવા મળ્યા હતા. પીએમ મોદીએ હવે આવા લોકો માટે જ્યુટ, ઊન અને રંગબેરંગી દોરાથી વણેલા સ્પેશિયલ શૂઝ મોકલ્યા છે. જેને મંદિર પરિસરની અંદર પણ પહેરી શકાય છે.
Varanasi, UP | PM Narendra Modi sends 100 pairs of jute footwear for the workers at 'Kashi Vishwanath Dham' after finding out that most of them worked bare-footed because it is forbidden to wear leather or rubber footwear in the temple premises: GoI sources pic.twitter.com/BawTJQHYUP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2022
હવે ખુલ્લા પગે કામ નહીં કરે કર્મચારીઓ
પીએમ મોદીએ આ કર્મચારીઓ માટે લગભગ 100 જોડી શૂઝ મોકલ્યા છે. તાજેતરમાં જ્યારે તેઓ કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ત્યારે અહીં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધામના અનેક કર્મચારીઓ ખુલ્લા પગે કામ કરતા જોવા મળ્યા હતા. ઠંડીના વાતાવરણમાં મંદિર પરિસરમાં આ રીતે કામ કરવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે તે સમજીને PMએ દિલ્હીથી આ કર્મચારીઓને આ ખાસ ભેટ મોકલી છે.