શોધખોળ કરો
Advertisement
બે દિવસના ભૂટાન પ્રવાસ પર જશે PM મોદી, RuPay Card કરશે લોન્ચ
વડાપ્રધાન મોદી ભૂટાન ત્યાંના વડાપ્રધાન લોતેય ત્શેરિંગના આમંત્રણ પર જઇ રહ્યા છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17-18 ઓગસ્ટના રોજ બે દિવસના ભૂટાન પ્રવાસ પર જશે. આ બે દિવસની યાત્રા પર બંન્ને દેશો વચ્ચે દ્ધિપક્ષીય સંબંધને વધુ મજબૂત કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે વડાપ્રધાન મોદી ભૂટાનમાં રૂપે કાર્ડ (RuPay Card)ને લોન્ચ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ભૂટાન ત્યાંના વડાપ્રધાન લોતેય ત્શેરિંગના આમંત્રણ પર જઇ રહ્યા છે. પોતાના બીજા કાર્યકાળમાં ભૂટાન જઇ રહ્યા છે જેમાં નેબરહૂડ ફર્સ્ટ પોલિસી પર ભાર મૂકશે. મોદીએ વડાપ્રધાન તરીકેના પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન વિદેશી પ્રવાસની શરૂઆત ભૂટાન પ્રવાસથી જ કરી હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ પ્રવાસ દરમિયાન મોદીના ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુક અને ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગે વાંગ્ચુક સંગને મળશે અને ત્શેરિંગ સંગ વાતચીત કરવાની આશા છે.
આ નિવેદનમાં કહ્યું કે, આ પ્રવાસ બંન્ને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરાને ધ્યાનમાં રાખવામાં આવશે. જેમાં દ્ધિપક્ષીય સંબંધને મજબૂત બનાવવામાં વિવિધતા લાવવા પર ચર્ચા કરાશે જેમાં આર્થિક અને વિકાસ સહયોગ, જળ વિધુત સહયોગ, ક્ષેત્રીય મામલા અને અન્ય મુદ્દાઓ પર ભાર મુકવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement