શોધખોળ કરો
Advertisement
PM મોદી કેદારનાથમાં પૂજા-સાધના કર્યા બાદ આજે બદ્રીનાથમાં કરશે દર્શન
પીએમ મોદીએ શનિવારે કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં આ ચોથી યાત્રા હતી.
દહેરાદુન: લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની વચ્ચે વડાપ્રાધન મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. આજે સવારે તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ માટે રવાના થશે. ગઈકાલે પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સવારે સાત વાગ્યાથી કેદારનાથ માટે પ્રસ્થાન કરી 9.45 વાગ્યે બદ્રીનાથમાં પહોંચશે અને 10 વાગ્યે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં ચોથી યાત્રા હતી.
પીએમ મોદીએ શનિવારે કેદારનાથ પહોંચી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ રુદ્રાભિષેક કર્યો હતો તેના બાદ મંદિરની પરિક્રમા કરી ત્યારે ત્યાં હાજર શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું. અને સ્થાનીય અધિકારીઓ સાથે ત્યાં ચાલી રહેલી કામગીરી અને યોજનાઓ વિશે જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ કેદારનાથ ધામમાં બનેલી ગુફામાં ધ્યાન કર્યું હતું.
પ્રદેશના પોલીસ મહાનિદેશન અશોક કુમારે જણાવ્યું કે પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખી સઘન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ
અજય ભટ્ટે કહ્યું કે મોદીના આગમનથી ઉત્તરાખંડની જનતા અને ભાજપના કાર્યકર્તાઓ ખુબજ ઉત્સાહિત છે.
કેદારનાથઃ ગુફામાં ધ્યાનમાં બેઠા PM મોદી, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion