શોધખોળ કરો
Advertisement
15 ઓગસ્ટ સુધીમાં ખેડૂતોએ કરી લેવું આ કામ, દર મહિને મળશે 3 હજાર રૂપિયા
કોઇપણ ખેડૂત જે યોજનાનો લાભ લેવા ઇચ્છે છે છે પોતાના આધારકાર્ડ તથા બેંક પાસબૂક અથવા બેંક ખાતાની જાણકારી સાથે નજીકની સીએસસી જઇ શકે છે.
નવી દિલ્હીઃ સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)એ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દેશભરમાં બે કરોડ નાના અને સીમાંત ખેડૂતોના રજિસ્ટ્રેશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે. રજિસ્ટ્રેશનનું કામ પહેલા જ શરૂ થઈ ગયું છે. તેની ઔપચારિક શરૂઆત નવ ઓગસ્ટના રોજ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી છે. સીએસસી ઇ-ગવર્નેન્સ સેવા દેશભરમાં 3.5 લાખ સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે.
સીએસસીના મુખ્ય કાર્યકારી અધિકારી દિનેશ ત્યાગીએ રવિવારે પીટીઆઇને કહ્યું કે, મે તમામ ગામ સ્તરે ઉદ્યમીયો, જે ભારતના ગામમાં બે લાખથી વધુ સીએસસી ચલાવે છે. પ્રત્યેકને સ્વતંત્રતા દિવસ સુધીમાં ઓછામાં ઓછા 10 નાના ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું છે. તમામ સીએસસી સ્વતંત્રતા દિવસ સુધીમાં ઓછામાં ઓછા બે કરોડ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાના ટારગેટ મેળવવા માટે સ્વતંત્રતા દિવસે પણ આ કેન્દ્રો ખુલા રહેશે.
ત્યાગીએ કહ્યું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ખુબ જ સરળ છે. કોઇપણ ખેડૂત જે યોજનાનો લાભ લેવા ઇચ્છે છે છે પોતાના આધારકાર્ડ તથા બેંક પાસબૂક અથવા બેંક ખાતાની જાણકારી સાથે નજીકની સીએસસી જઇ શકે છે. ગામ સ્તરે ઉદ્યમી, જે સીએસસીનું પ્રબંધન કરે છે, ખેડૂત પાસેથી સંબંધિત તમામ દસ્તાવેજ લઇ ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરશે. કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલયે (PM KMY) હેઠળ રજિસ્ટ્રેશન માટે સીએસસીને સામેલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement