(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર કન્યા આશિર્વાદ યોજના હેઠળ તમામ દીકરીઓને મહિને 2000 રૂપિયા આપશે ? જાણો મોદી સરકારે શું કહ્યું?
પ્રધાનમંત્રી કન્યા આશિર્વાદ યોજનાને લઇને બતાવવામાં આવી રહેલી તમામ પ્રકારની જાણકારી એકદમ ખોટી અને ભ્રામક છે, આ પ્રકારની કોઇ યોજના હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં નથી આવી.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર એક ખબર વાયરલ થઇ રહી છે કે PM Kanya Ashirwad Yojana અંતર્ગત છોકરીઓને 2000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવી રહી છે. આની સાથે જ અનેક પ્રકારની સહાયતા અને સુવિધાઓ પ્રાપ્ત પણ કરી શકાય છે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કન્યા આશિર્વાદ યોજના અંતર્ગત સહાયતા રકમ તરીકે 2000 રૂપિયા આપવાની વાત કહેવામાં આવી હોય તેના માટે ઓનલાઇન અરજી ઉપલબ્ધ નથી.
કેન્દ્રની મોદી સરકારે દેશમાં છોકરીઓને પ્રધાનમંત્રી કન્યા આશિર્વાદ યોજના તરીકે 2000 રૂપિયા આર્થિક સહાયતા આપવાની વાત કહી હતી. આ રકમ સીધી બેન્ક ખાતમાં ટ્રાન્સફર કરવામા આવશે, પરંતુ આ યોજના વિશેની માહિતી ખોટી છે. અને આના માટે કોઇ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની પ્રક્રિયા ઉપલબ્ધ નથી. આ એક ભ્રામક માહિતી છે, જેને સોશ્યલ મીડિયા દ્વારા ખોટી રીતે ફેલાવવામાં આવી રહી છે. આ અંગેની માહિતી તદ્દન ખોટી છે.
#PIBFactCheck
दावा: प्रधानमंत्री कन्या आशीर्वाद योजना के तहत सभी बेटियों को मिलेगी ₹2000 की नगद राशि हर महीने ।
हकीकत: यह दावा झूठा है। केंद्र सरकार द्वारा ऐसी कोई भी योजना नहीं चलाई जा रही है|
निष्कर्ष: #FakeNews pic.twitter.com/kGqyH6LGEh — PIB Fact Check (@PIBFactCheck) February 10, 2020
ફેક્ટ ચેક-:- પ્રધાનમંત્રી કન્યા આશિર્વાદ યોજનાને લઇને બતાવવામાં આવી રહેલી તમામ પ્રકારની જાણકારી એકદમ ખોટી અને ભ્રામક છે, આ પ્રકારની કોઇ યોજના હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કે અન્ય કોઇપણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં નથી આવી. કેટલાક લોકો આવી અફવાઓ ખોટી રીતે ફેલાવી રહ્યા છે. આવી કોઇપણ જાણકારી પર કોઇએ વિશ્વાસ ના કરવો જોઇે.