શોધખોળ કરો
Advertisement
નિર્ભયાના હત્યારાઓની ફાંસી હવે કોઈ અટકાવી નહીં શકે, રાષ્ટ્રપતિએ દોષિત પવનની દયા અરજી ફગાવી
નિર્ભયાના હત્યારાઓને 3 માર્ચના રોજ 6 કલાકે ફાંસી આપવાની હતી. પરંતુ કાયદાની ખામીઓનો ફાયદો ઉઠાવતા નિર્ભયાના હત્યારા પવને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી હતી.
નવી દિલ્હીઃ નિર્ભયાના હત્યારાઓની ફાંસીને હવે કોઈ અટકાવી નહીં શકે. રાષ્ટ્રપતિએ દોષિ પવનની દયા અરજી ફગાવી દીધી છે. દોષિતોના હવે તમામ વિકલ્પ ખત્મ થઈ ગયા છે. આમ તો 3 માર્ચના રોજ સવારે 6 કલાકે ફાંસી થવાની હતી પરંતુ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના હત્યારાોની ફાંસી પર આગામી આદેશ સુધી મનાઈન હુકમ આપ્યો હતો. કોર્ટે આ હુકમ એ કારણે આપ્યો હતો કારણ કે નિર્ભયાના એક હત્યારા પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે વિચારાધીન હતી. હવે રાષ્ટ્રપતિએ તેના પર નિર્ણય લઈ લીધો છે.
હવે બહાર પડશે નવું ડેથ વોરન્ટ
નિર્ભયાના હત્યારાઓને 3 માર્ચના રોજ 6 કલાકે ફાંસી આપવાની હતી. પરંતુ કાયદાની ખામીઓનો ફાયદો ઉઠાવતા નિર્ભયાના હત્યારા પવને સુપ્રીમ કોર્ટમાંથી ક્યૂરેટિવ અરજી ફગાવી દીધા બાદ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી હતી, ત્યાર બાદ કોર્ટે તેને ધ્યાનમાં રાખતા ફાંસીની સાજને આગામી આદેશ સુધી ટાળી દીધી હતી. કોર્ટનું માનવું હતું કે, રાષ્ટ્રપતિ ક્યારે દયા અરજી પર નિર્ણય કરશે તેના વિશે અંદાજ ન લગાવી શકાય, માટે દયા અરજી પર નિર્ણય આવ્યા બાદ જ નવું ડેથ વોરન્ટ બહાર પાડવામાં આવશે. હવે રાષ્ટ્રપતિએ નિર્ણય લઈ લીધો છે માટે ટૂંકમાં જ નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકે છે.
ત્રણ વખત ડેથ વોરન્ટ રદ્દ કરવામાં આવ્યું
પ્રથમ ડેથ વોરન્ટ 7 જાન્યુઆરીએ જારી થયું તું. તે અંતર્ગત 22 જાન્યુઆરીએ ફાંસી થવાની હતી. એ ડેથ વોરન્ટ પર કાર્રવાઈ થાય એ પહેલા જ 17 જાન્યુઆરીએ એક નવું ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું કારણ કે નિર્ભયાના હત્યારા વિનયે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરી હતી. આ બીજા ડેથ વોરન્ટ પર પણ 1 ફેબ્રુઆરીએ મનાઈ હુકમ આવ્યો કારણ કે બાકીના 2 હત્યારા પવન અને અક્ષયની પાસે કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ હતા. ત્યાર બાદ ફરી એક વખત 17 ફેબ્રુઆરીના રોજ ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું. જેના પર ફરી એક વખત મનાઈ હુકમ આવ્યો. કારણ કે હત્યારા પવને રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરી હતી જેના પર નિર્ણય આવ્યો ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion